For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ગાંધીના અવતાર’ને સાત વર્ષની સજા

By Super
|
Google Oneindia Gujarati News

jail
એક વ્યક્તિને રાજઘાટ પાસે અન્ય વ્યક્તિ પર હુમલો કરવાના આરોપસર અદાલતમાં રજૂ કરવામાં આવ્યો તો તેણે અજીબોગરીબ દલીલ કરી હતી. તેણે દલીલમાં કહ્યું કે, મેં હત્યાનો પ્રયાસ એટલા માટે કર્યો કે મને લાગ્યું કે હું મહાત્મા ગાંધીનો અવતાર છું. અદાલતે આ ‘ગાંધીના અવતાર'ની દલીલને ફગાવી દેતા તેને સાત વર્ષની સજા ફટકારી છે.

રાજઘાટ પાસે 18 ફેબ્રુઆરી 2003ના રોજ એક વ્યક્તિની હત્યાનો પ્રયાસ કરવાના મામલામાં રાજ વલ્લભને સાત વર્ષની જેલ અને પાંચસો રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી. વલ્લભે આ મામલામાં છોડી મુકવા માટે હાઇકોર્ટમાં એ આધારે અરજી કરી હતી કે તે મનોવૈજ્ઞાનિક વિકારથી ગ્રસ્ત છે.

પોતાની અરજીમાં વલ્લભે કહ્યું હતું કે હું એ ભ્રમણા સંબંધિત વિકારથી પીડિત છું કે હું મહાત્મા ગાંધીનો અવતાર છું અને મને હંમેશા લાગી રહ્યું હતું કે કોઇ મારી હત્યા કરવા માગે છે અને આ જ મનોસ્થિતિમાં ગુન્હો કર્યો. તેણે એ પણ દાવો કર્યો કે તેની સારવાર ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યૂમન બિહેવિયર એન્ડ એલાઇડ સાયન્સ'માં થયો છે.

જો કે, ન્યાયમૂર્તિ સુનિતા ગુપ્તાએ તેની અરજીને ફગાવી દેતા કહ્યું કે કોઇપણ ભ્રમણા અથવા મનોવૈજ્ઞાનિક અથવા મનોરોગથી પીડિત કોઇ વ્યક્તિને પાગલપનના આધારે ત્યાં સુધી છોડી ના શકાય જ્યાં સુધી એ સાબિત ના થઇ જાય કે ગુન્હો થયો તે સમયે તે ઉક્ત બીમારીથી પીડિત હતો અને પોતાના કૃત્યની પ્રકૃતિને સમજવામાં અક્ષમ હતો અથવા તેને ખબર નહોતી કે તે જે કરી રહ્યો છે તે ખોટું છે અથવા તો કાયદાની વિરુદ્ધમાં છે.

અદાલતે કહ્યું કે આરોપીને પાગલપન સંબંધી વાત ઘણી મોડી કહીં જ્યારે બચાવ પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવામાં આવી રહ્યાં હતા, જો કે તેણે સુનાવણી દરમિયાન અભિયોજન પક્ષના સાક્ષીઓની પૂછપરછ થઇ રહી હતી તે સમયે આ વાત કરવી જોઇતી હતી.

અદાલતે કહ્યું કે, ઘટનાસ્થળે આરોપીના ભાગવાના નિષ્ફળ પ્રયાસોથી આ તથ્યોને સંકેત મળ્યા છે કે તે પોતાના કૃત્યોના પરિણામને સમજી રહ્યો હતો. તેથી ધારા 83 હેઠળ તે લાભ મેળવવાને હકદાર નથી. અદાલતે કહ્યું કે, ગુન્હા માટે મંશા નહીં હોવું અપ્રાસંગિક છે કારણ કે સાક્ષીઓના નિવદેન વિશ્વસનીય છે.

English summary
The Delhi High Court has trashed a convict's bizarre defence that he attempted to kill a man while suffering from a delusional disorder that led him to believe that he was an incarnation of Mahatma Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X