ચૌટાલાની જામીન અરજી ફગાવાઇ, CBIને નોટીસ

કોર્ટે 78 વર્ષીય ચૌટાલાના આગ્રહ પર સીબીઆઇ પાસે જવાબ માંગ્યો અને જેલ અધિકારીઓએ તેમનો મેડિકલ રેકોર્ડ પણ માંગ્યો છે. પાંચવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા ચૌટાલા 16 જાન્યુઆરીથી તિહાડ જેલમાં બંધ છે.
ન્યાયમૂર્તિ મુક્તા ગુપ્તાએ મામલાની સુનવણી ચાર એપ્રિલ સુધી સ્થગિત કરતા જણાવ્યું કે સીબીઆઇને નોટિસ જારી કરવામાં આવે. આવતી સુનવણીમાં તેમના મેડિકલ રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે.
દિલ્હી હાઇ કોર્ટે નિચલી અદાલત દ્વારા 22 જાન્યુઆરીના રોજ આપવામાં આવેલ નિર્ણયને પડકારતી અને વચગાળાની જામીન અંગે ચૌટાલાની અરજીને ફગાવી દઇ નોટીસ જારી કરી છે. નિચલી અદાલતે જુનિયર શિક્ષકોની ભર્તી ઘોટાળામાં ચૌટાલાને દોષી ગણાવી દસ વર્ષની જેલની સજા સંભળાવી હતી.












Click it and Unblock the Notifications
