For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટે લગાવી રાજ ઠાકરેના બિન જામીની વોરંટ પર રોક

|
Google Oneindia Gujarati News

raj thackeray
નવી દિલ્હી, 30 જાન્યુઆરી: દિલ્હી હાઇકોર્ટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને રાહત આપતો ચૂકાદો આપ્યો છે. રાજ ઠાકરે સામે બિહારીઓ વિરોધી નિવેદનને લઇને તેમની સામે જારી કરાયેલા બિન જમાનતી વોરંટ પર આજે કોર્ટે રોક લગાવી દીધો છે.

ન્યાયમૂર્તિ સુનિલ ગૌડે બે ખાનગી ફરિયાદોના આધારે બિહારના મુઝફ્ફરપૂરની એક નિચલી અદાલત તરફથી વર્ષ 2008માં પારિત આદેશોને રદ કરવાની માંગને લઇને રાજ ઠાકરે તરફથી વરિષ્ઠ વકિલ મુકૂલ રોહતગી દલીલોને સાંભળ્યા બાદ જણાવ્યું કે 'બિન જમાનતી વોરંટની તામીલ પર રોક લગાવવામાં આવે છે.'

કોર્ટે બિહારના વકીલ સુધીર કુમાર ઓઝાને નોટિસ પણ જારી કરતા મનસેની અરજી પર તેમની પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે મામલાની બીજી સુનવણી 16 એપ્રિલના રોજ જાહેર કરી છે. રોહતગીએ આ મામલે ચર્ચા કરતા જણ્યું કે 'સમન વકીલોની ફરિયાદોના આધારે જારી કરાયો. તેની સાથે ફરિયાદો ભારતીય દંડ સંહિતાની ધારા 504માં ઉલ્લેખિત તત્વોને સંતુષ્ટ નથી કરતી.'

English summary
Delhi high court gave relief to Raj Thackeray for hate speech against Bihari people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X