For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૉર્થ ઈસ્ટ દિલ્લી હુલ્લડઃ ઉમર ખાલિદનુ નિવેદન વાંધાજનક પરંતુ આતંકી કૃત્ય નહિઃ કોર્ટ

જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરીને દિલ્લી હાઈકોર્ટે કહ્યુ કે તેમનુ ભાષણ યોગ્ય નહોતુ પરંતુ તેને આતંકવાદી કૃત્ય ન કહી શકાય.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરીને દિલ્લી હાઈકોર્ટે કહ્યુ કે તેમનુ ભાષણ યોગ્ય નહોતુ પરંતુ તેને આતંકવાદી કૃત્ય ન કહી શકાય. કોર્ટે કહ્યુ કે મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલા ભાષણમાં ઉમર ખાલિદની ભાષા યોગ્ય નહોતી પરંતુ તેને આતંકવાદી કૃત્ય ન કહી શકાય અને યુપીએ કાયદા હેઠળ કેસમાં તેની ધરપકડ પણ ના કરી શકાય. વાસ્તવમાં, 24 માર્ચે નીચલી અદાલતે ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી દીધી હતી ત્યારબાદ દિલ્લી હાઈકોર્ટમાં આને પડકારવામાં આવી હતી.

umar khalid

જામીન અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની ખંડપીઠે કહ્યુ કે ભાષણની ભાષા ખોટી હોવાને કારણે તે આતંકવાદી કૃત્ય નથી બની જતુ અમે તે સમજીએ છીએ. વાણીની ભાષાને હાનિકારક કહી શકાય પણ આતંકવાદી પ્રવૃત્તિ ન કહી શકાય. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે પોતાની દલીલો આપી હતી. આ દરમિયાન ઉમર ખાલિદે 17 ફેબ્રુઆરી 2020ના રોજ આપેલા ભાષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલાની આગામી સુનાવણી 4 જુલાઈએ થશે.

જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી. ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી 2020ના રમખાણોમાં તેની ભૂમિકા બદલ ઉમર ખાલિદ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન એડવોકેટ સનાયા કુમારે સાક્ષીના નિવેદન પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે સીલમપુરમાં આયોજિત બેઠક ગોપનીય ન હતી, ન તો તે કોઈ ગુપ્ત કાર્યાલયમાં યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે શરજીલ ઈમામ વિરુદ્ધ જામીન અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે. શરજીલ ઈમામે 27 મેના રોજ રાજદ્રોહના કેસમાં કોર્ટમાં અરજી કરીને જામીન પણ માંગ્યા છે. કોર્ટે આ મામલે દિલ્હી પોલીસને જવાબ આપવા માટે નોટિસ પાઠવી છે.

English summary
Delhi high Court says Umar Khalid statement does not make it terrorist act.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X