Delhi Kanjhawala Case: આરોપી અંકુશને રોહીણી કોર્ટે આપ્યા જામીન
દિલ્હીના કાંઝાવાલા કેસના સાતમા આરોપીને શનિવારે મોટી રાહત મળી છે. રોહિણી કોર્ટે કાંઝાવાલા હત્યા કેસના સાતમા આરોપી અંકુશને જામીન આપી દીધા છે.
દિલ્હીના કાંઝાવાલા કેસના સાતમા આરોપીને શનિવારે મોટી રાહત મળી છે. રોહિણી કોર્ટે કાંઝાવાલા હત્યા કેસના સાતમા આરોપી અંકુશને જામીન આપી દીધા છે. અન્ય છ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આરોપી અંકુશે ગઈ કાલે સુલ્તાનપુરી પોલીસ સ્ટેશન સામે આત્મસમર્પણ કર્યું હતું. આ કેસમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

ઉલ્લેખનિય છે કે દિલ્હી પોલીસે સમગ્ર ઘટનાને માર્ગ અકસ્માત ગણાવી છે અને આરોપી અને અંજલી વચ્ચે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે. પરંતુ દિલ્હી પોલીસ હજુ સુધી એ સવાલનો જવાબ આપી શકી નથી કે આ અકસ્માત પાછળ આરોપીનો ઈરાદો શું હતો. જણાવી દઈએ કે આ અકસ્માત સમયે અંજલીની સાથે તેની મિત્ર નિધિ પણ હતી.
અકસ્માતના બે દિવસ બાદ સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું હતું કે અકસ્માત સમયે નિધિ અંજલી સાથે હતી, પરંતુ અકસ્માત બાદ તે અંજલીને છોડીને તેના ઘરે જતી રહી હતી અને આ અંગે કોઈને જાણ કરી નહોતી. આવી સ્થિતિમાં નિધિની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે નિધિનું નિવેદન નોંધ્યું છે.
આ મામલામાં પોલીસે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે તેમાં 5 નહીં પરંતુ કુલ 7 આરોપીઓ છે. જેમાંથી 5ની પ્રથમ અકસ્માતના બીજા જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ છઠ્ઠા આરોપી આશુતોષની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. હવે પોલીસની સામે મોટું રહસ્ય એ છે કે આ લોકો અંજલીને કયા હેતુથી કિલોમીટરો સુધી રસ્તા પર ઘસેડી હતી.












Click it and Unblock the Notifications
