દિલ્લી સરકારને ટૂંક સમયમાં મળશે DMRCની 100 ફીડર ઈ-બસો, આ રુટ્સ પર થશે સંચાલન
દિલ્લી સરકારને તેની 100 ફીડર ઈ-બસોનો કાફલો સોંપવામાં આવશે. દિલ્લી મેટ્રો આ વર્ષે એપ્રિલ મહિનાથી તમામ બસો દિલ્લી સરકારને સોંપી દેશે.
દિલ્લી મેટ્રો એપ્રિલથી દિલ્લી સરકારને તેની 100 ફીડર ઈ-બસોનો કાફલો સોંપવાનુ શરૂ કરશે. એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશન(DMRC)ના એક અધિકારીએ જણાવ્યુ કે દિલ્લી મેટ્રો આ વર્ષના એપ્રિલ મહિનાથી તમામ બસો દિલ્લી સરકારને સોંપી દેશે.

અધિકારીએ કહ્યુ કે આ 100 ઈ-બસો દિલ્લી મેટ્રો દ્વારા શહેરમાં દોડતી ઇલેક્ટ્રિક બસોનો પ્રથમ કાફલો છે. તેમણે કહ્યુ કે હાલમાં આ ઈ-બસો શહેરના છ રૂટ પર દોડી રહી છે. તેમણે માહિતી આપી હતી કે ફીડર બસો દૂરના વિસ્તારો સુધી સેવાઓ પ્રદાન કરશે જેમાં DMRC સ્માર્ટ કાર્ડ દ્વારા ચૂકવણી પણ સ્વીકારવામાં આવશે.
આના પગલે, કેબિનેટે તાજેતરમાં DMRCની 100થી વધુ વર્તમાન ઇલેક્ટ્રિક બસો હસ્તગત કરવાનો અને આ વર્ષે પરિવહન વિભાગ હેઠળ વધારાની 380 ફીડર બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. એક નિવેદનમાં, દિલ્લી સરકારે જણાવ્યુ હતુ કે, ડીએમઆરસી ડિસેમ્બર 2019થી પૂર્વીય અને ઉત્તરીય ક્લસ્ટરોમાં શાસ્ત્રી પાર્ક અને મજલિસ પાર્ક ડેપોમાંથી ફીડર ઇ-બસોનુ સંચાલન કરી રહી છે. આ બસો પરિવહન વિભાગ દ્વારા દિલ્લી ઈન્ટીગ્રેટેડ મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (ડીઆઈએમટીએસ) દ્વારા ચલાવવામાં આવશે.
તેમાં કહેવામાં આવ્યુ હતુ કે, વધારાની 380 ઇલેક્ટ્રિક બસોના સંચાલન માટે, છ સ્ટેશનો- વેલકમ, કોહાટ એન્ક્લેવ, રિથાલા, નાંગલોઈ, મુંડકા અને દ્વારકાની ઓળખ કરવામાં આવી છે. આ સ્થળો પર ડેપોનુ નિર્માણ ડીએમઆરસી દ્વારા કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે પરિવહન વિભાગ પ્રતિ કિલોમીટરના આધારે ફીડર બસોનુ સંચાલન કરશે, જ્યાં ઑપરેટરોને દિવસ દરમિયાન આવરી લેવામાં આવેલા અંતરના આધારે ચૂકવણી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
