દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા ક્યારે મળશે? જાણો શું કહ્યું બીજેપી નેતાએ?

દિલ્હીમાં મહિલાઓ માટે ભારતીય જનતા પાર્ટીની મહત્વાકાંક્ષી યોજના મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ આર્થિક રીતે નબળી મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

હવે આ યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ જાણકારી દિલ્હી બીજેપી સાંસદ મનોજ તિવારીએ આપી.

Mahila Samriddhi Yojana

બીજેપી સાંસદ મનોજ તિવારીએ રવિવારે માહિતી આપી કે આર્થિક રીતે નબળી મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપવા માટેની નોંધણી પ્રક્રિયા 8 માર્ચથી શરૂ થશે.

તેમણે કહ્યું કે, ભાજપે તેના દિલ્હી વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં આ યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું અને હવે તેને પૂર્ણ કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે અને તમામ પાત્ર મહિલાઓને આ રકમ આપવાની પ્રક્રિયા રજીસ્ટ્રેશન પૂર્ણ થયાના દોઢ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

બીજી તરફ આમ આદમી પાર્ટી આ યોજનાને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. AAPનું કહેવું છે કે વડાપ્રધાને આપેલા વચન મુજબ આ યોજનાને બીજેપીની પ્રથમ કેબિનેટ બેઠકમાં મંજૂર થવી જોઈતી હતી, પરંતુ તેમ થયું નથી.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દાવો કર્યો કે અગાઉની AAP સરકારે ખાલી તિજોરી છોડી દીધી હતી, પરંતુ તેમણે આશ્વાસન પણ આપ્યું હતું કે ભાજપ દ્વારા જનતાને આપવામાં આવેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X