મહિલાએ પતિને છોડવાની ના પાડતા સનકી આશિકે 4 વર્ષના પુત્ર સામે ઉઠાવ્યુ ખોફનાક પગલુ

રાજધાનની દિલ્લીમાં એક વ્યક્તિએ પતિનો સાથ ના છોડવા પર પોતાની પરિણીત પ્રેમિકાની કથિત રીતે હત્યા કરી દીધી.

રાજધાનની દિલ્લીમાં એક વ્યક્તિએ પતિનો સાથ ના છોડવા પર પોતાની પરિણીત પ્રેમિકાની કથિત રીતે હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી. હત્યાના આરોપીને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. વ્યક્તિએ મહિલાના ચાર વર્ષના પુત્રની સામે તેની પર હુમલો કરીને તેને મારી નાખી. પોલિસ કેસની તપાસ કરી રહી છે.

થોડા મહિના પહેલા શરૂ થયુ હતુ અફેર

થોડા મહિના પહેલા શરૂ થયુ હતુ અફેર

દિલ્લીની રહેવાસી 26 વર્ષની મહિલાના લગ્ન છ વર્ષ પહેલા થઈ ચૂક્યા હતા. તેને એક ચાર વર્ષનો પુત્ર છે. મહિલા એક બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી જ્યારે પતિ પણ નોકરી કરે છે. થોડા મહિના પહેલા મહિલાની મુલાકાત વિજય નામના વ્યક્તિ સાથે થઈ અને બંને વચ્ચે અફેર શરૂ થઈ ગયુ. બાદમાં મહિલાને લાગ્યુ કે આ રીતે અફેર કરવુ યોગ્ય નથી અને તેણે વિજયથી અંતર જાળવવાનું શરૂ કરી દીધુ.

પતિને છોડવા માટે કહી રહ્યો હતો પ્રેમી

પતિને છોડવા માટે કહી રહ્યો હતો પ્રેમી

મહિલા સતત વિજયને તેને ના મળવા માટે કહી રહી હતી પરંતુ વિજય માનવા માટે તૈયાર નહોતો. મહિલાએ ઘણી વાર તેને ધમકાવ્યો પણ હતો જો તે તેની પાછળ આવતો રહેશે તો તે પોલિસમાં ફરિયાદ કરશે. તેમછતાં વિજય નહોતો માની રહ્યો અને સતત પતિ સાથે છૂટાછેડા લઈને તેમની સાથે રહેવા માટે કહી રહ્યો હતો.

ઉઠાવ્યુ ખોફનાક પગલુ

ઉઠાવ્યુ ખોફનાક પગલુ

વિજય શુક્રવારે મહિલાના ઘરે પહોંચ્યો જ્યાં તે પોતાના ચાર વર્ષના પુત્ર સાથે હતી. વિજયે તેને છૂટાછેડા લેવા માટે કહ્યુ અને મહિલાએ ના પાડી દીધી. ત્યારબાદ તેણે ચાકૂથી મહિલા પર ઘણા વાર કર્યા અને પોતાને પણ ચાકૂ માર્યુ. જે સમયે મહિલાની હત્યા કરવામાં આવી, તેનો 4 વર્ષનો પુત્ર સામે ઉભો હતો. મકાન માલિકે બૂમો પાડવાનો અવાજ સાંભળ્યો તો જઈને જોયુ કે બંને રૂમમાં લોહીલુહાણ પડ્યા છે. ત્યારબાદ પોલિસને સૂચના આપવામાં આવી. પોલિસ બંનેને લઈને હોસ્પિટલ પહોંચી જ્યાં મહિલાને મૃત ઘોષિત કરવામાં આવી. વળી, વિજય હજુ પણ ગંભીર હાલતમાં છે. પોલિસને આરોપી વિજયના ખિસ્સામાંથી એક નોટ પણ મળી આવી છે. તેમાં લખ્યુ છે - અમે બહુ પ્રેમ કરીએ છીએ. મારી અંતિમ ઈચ્છા છે કે બંનેને એકસાથે બાળવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X