For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી ડ્રાઈવર વિના ચાલશે દિલ્લી મેટ્રો, PM મોદી બતાવી લીલી ઝંડી

દિલ્લીમાં સોમવાર 28 ડિસેમ્બરથી ડ્રાઈવર વિનાની મેટ્રો ટ્રેનો ચાલશે.

|
Google Oneindia Gujarati News

Delhi Metro first driverless train: દિલ્લીમાં સોમવાર 28 ડિસેમ્બરથી ડ્રાઈવર વિનાની મેટ્રો ટ્રેનો ચાલશે. દેશમાં આવુ પહેલી વાર થશે જ્યારે ડ્રાઈવર વિના કોઈ ટ્રેન કે મેટ્રો પાટા પર દોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 28 ડિસેમ્બરે દિલ્લી મેટ્રોની મજેંટા લાઈન ભારતની પહેલી ડ્રાઈવર લેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. પીએમ મોદીએ ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરીને કહ્યુ છે કે દિલ્લીમાં મેટ્રોની ચર્ચા વર્ષો સુધી ચાલી પરંતુ પહેલી મેટ્રો અટલજીના પ્રયત્નોથી ચાલી છે. આ ઉપરાંત પીએમ મોદીએ દિલ્લી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર સફર માટે નેશનલ કૉમન મોબિલિટી કાર્ડ(NCMC)સેવાની પણ શરૂઆત કરી છે. પીએમ મોદી સાથે આ કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ શામેલ થયા.

delhi metro

પીએમ મોદીએ આ પ્રસંગે શું-શું કહ્યુ?

  • પીએમ મોદીએ કહ્યુ કે 2014માં માત્ર 5 શહેરોમાં મેટ્રો ટ્રેનો હતી પરંતુ આજે 18 શહેરોમાં મેટ્રો રેલની સેવા છે. વર્ષ 2025 સુધીમાં અમે તેને 25થી વધુ શહેરો સુધી વિસ્તારવાના છે.
  • પીએમ મોદીએ કહ્યુ - 2014માં દેશમાં માત્ર 248 કિલોમીટર મેટ્રો લાઈન્સ ઑપરેશનલ હતી. આજે આ લગભગ ત્રણ ગણી એટલે કે સાતસો કિલોમીટર થઈ ગઈ છે.
  • પીએમ મોદીએ કહ્યુ - મેટ્રો સર્વિસના વિસ્તાર માટે મેક ઈન ઈન્ડિયા મહત્વનુ છે. મેક ઈન ઈન્ડિયાથી કિંમત ઘટે છે, વિદેશી મુદ્રા બચે છે. એટલુ જ નહિ વધુને વધુ લોકોને રોજગાર મળે છે. રોલિંગ સ્ટૉકના માનવીયકરણથી હવે મેટ્રો ટ્રેનના દરેક કોચની કિંમત 12 કરોડથી ઘટીને 8 કરોડ થઈ ગઈ છે.
  • પીએમ મોદીએ કહ્યુ કે અમે એક એવા બ્રેકિંગ સિસ્ટમ પર પ્રયોગ કરી રહ્યા છે જેમાં બ્રેક લાગવા પર 50 ટકા ઉર્જા પાછી ગ્રિડમાં જતી રહે છે. આજે મેટ્રો ટ્રેનોમાં 130 મેગાવૉટ સોલર પાવપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેને 600 મેગાવોટ સુધી વધારવાનો અમારો ઈરાદો છે.

ડ્રાઈવર લેસ મેટ્રો ટ્રેનમાં હશે આ ખાસ સુવિધા

મજેંટા લાઈન ડ્રાઈવર વિના જનકપુરી અને બોટનિકલ ગાર્ડન વચ્ચે ચાલશે. જેની સફર 37 કિલોમીટરની હશે. પીએમ મોદી આ સાથે એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર સંપૂર્ણપણે પરિચાલન નેશનલ કૉમન મોબિલિટી કાર્ડ(NCMC)લૉન્ચ કરશે. આ મેટ્રો ટ્રેનમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા, રિમોટ હેન્ડલિંગ, ઈમરજન્સી અલાર્મ ટાઈમ મૉનિટરિંગ ટ્રેન ઈક્વિપમેન્ટ અને હાઈટેક સુવિધાઓથી લેસ હશે.ડીએમઆરસી(DMRC) ાકાર્યકારી નિર્દેશક અનુજ દયાળના જણાવ્યા મુજબ, 'ડ્રાઈવર લેસ મેટ્રો ટ્રેન દિલ્લી-એનસીઆરના નિવાસીઓ માટે તેમની યાત્રાને આરામદાયક બનાવશે. આ મેટ્રો જગતમાં એક ઉન્નત ગતિશીલતાના નવા યુગની શરૂઆત કરવા જઈ રહ્યુ છે. દિલ્લી મેટ્રોની મજેંટા લાઈન પર ડ્રાઈવરલેસ ટ્રેનોની શરૂઆત સાથે ડીએમઆર દુનિયાના 7 ટકા મેટ્રો નેટવર્કની કુલીન લીગમાં પ્રવેશ કરશે જે ડ્રાઈવરો વિના કામ કરી શકે છે.

મજેંટા લાઈન બાદ આ લાઈન પર ચાલશે ડ્રાઈવર લેસ મેટ્રો ટ્રેનો

દિલ્લી મેટ્રોની મજેંટા લાઈન પર ડ્રાઈવર લેસ ટ્રેનની શરૂઆત બાદ આ ટ્રેનને પિંક લાઈન પર ચલાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. રિપોર્ટ મુજબ વર્ષ 2021માં પિંક લાઈનમાં 57કિલોમીટર સુધી ડ્રાઈવર લેસ મેટ્રો ચલાવવાની ડીએમઆરસીની યોજના છે. જે મજલિસ પાર્કના શિવ વિહાર વચ્ચે ચાલશે.

English summary
Delhi Metro first driverless train PM  Modi flag-off, Know about Driverless Metro Train.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X