Shraddha Case: દિલ્હી પોલીસને મહરૌલીના જંગલમાંથી મળ્યા શરીરના હાડકા, મળ્યા ચોંકાવનારા સાબુત
દિલ્હીમાં લીન ઇનમાં રહતી શ્રદ્ધા વોકરને તેના જ બોયફ્રેંડે રહેંસી નાથી હતી. બોયફ્રેંડ આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના શરીરના 35 ટુકડા કર્યા હતા. આફતાબ શ્રદ્ધાના ટુકડાને જંગલમાં ફેંકવા જતો હતો. દિલ્હીના શ્રદ્ધા વોકર
દિલ્હીમાં લીન ઇનમાં રહતી શ્રદ્ધા વોકરને તેના જ બોયફ્રેંડે રહેંસી નાથી હતી. બોયફ્રેંડ આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના શરીરના 35 ટુકડા કર્યા હતા. આફતાબ શ્રદ્ધાના ટુકડાને જંગલમાં ફેંકવા જતો હતો. દિલ્હીના શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં લાગેલી પોલીસ શ્રદ્ધાની હત્યાના પુરાવા એકત્ર કરવામાં લાગેલી છે. દિલ્હી પોલીસ શ્રદ્ધાના મૃતદેહને છતરપુર અને મહેરૌલીના જંગલોમાં શોધવામાં લાગેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સર્ચ દરમિયાન પોલીસને એક મોટું હાડકું મળ્યું જે શરીરનું જાંઘનું હાડકું હોવાનું જાણવા મળ્યુ હતુ.

મહરૌલીના જંગલ એરીયામાં મળ્યા હાડકા
શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાના કબૂલાત બાદ દિલ્હી પોલીસની ટીમ 16 નવેમ્બરે સવારે લગભગ 6 વાગે છતરપુરના જંગલમાં પહોંચી હતી, જ્યાં પોલીસને શોધ દરમિયાન કેટલાક હાડકાં મળ્યા હતા. બીજી વખત દિલ્હી પોલીસની ટીમ આજે સવારે 9 વાગે મહેરૌલીના જંગલ વિસ્તાર 100 ફૂટ રોડ પર પહોંચી હતી. જ્યાં પોલીસે શોધખોળ દરમિયાન માનવ શરીરના અનેક હાડકાં મળી આવ્યા છે.

છતરપુર એનક્લેવ પાસે જંગલમાં મળ્યા સબુત
શોધખોળ દરમિયાન પોલીસને શરીરના નીચેના ભાગમાં એક મોટું હાડકું મળ્યું જે શરીરના ફેમરનું હાડકું હોવાનું જણાયું હતું. બીજી તરફ આજે ત્રીજી વખત દિલ્હી પોલીસની ટીમ છતરપુર એન્ક્લેવ પાસેના જંગલ વિસ્તાર અને મેટ્રો પિલર પાસેના જંગલ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં પોલીસને શોધ દરમિયાન કાંડા અને કોણીની વચ્ચેના હાડકા, ઘૂંટણની નજીકનું હાડકું અને ઉર્વસ્થિ વગેરે મળી આવ્યા હતા.

હાડકાઓ પર ધારદાર હથિયારોથી કાપવામાં નિશાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસને મળેલા આ હાડકાં પર ધારદાર હથિયારના કટના નિશાન જોવા મળ્યા છે. જેના કારણે આ હાડકાં કાપવાનો પ્રયાસ થયો હોવાનું પોલીસ માની રહી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે પોલીસને કોના હાડકાં મળ્યાં છે? પોલીસ શ્રદ્ધાના હાડકાંની તપાસ માટે ડીએનએ ટેસ્ટ કરાવશે.

ફ્લેટમાં કપડા લેવા પહોંચી પોલીસ
આજે દિલ્હી પોલીસની એક ટીમે છતરપુરમાં તેના ભાડાના ઘરમાંથી શ્રદ્ધા વોકરના કપડાં એકત્ર કર્યા છે. આ ઘરમાં શ્રદ્ધા તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલા સાથે રહેતી હતી. પોલીસે હત્યાની તપાસમાં મદદ કરવા માટે વધુ કડીઓ મેળવવા માટે આ કપડાં એકત્રિત કર્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે ક્રાઈમ ટીમ અને ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા ભાડાના મકાનની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આફતાબ પાસેથી કેટલાક ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
