For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

46 વર્ષના કપૂતે વૃદ્ધ માને એટલી જોરથી મારી થપ્પડ, ઘટના સ્થળે જ થયુ મોત

રાજધાની દિલ્લીના દ્વારકામાં એક કળયુગી કપૂતે પોતાની વૃદ્ધ માને એટલી જોરથી થપ્પડ મારી કે તેમનુ મોત થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

દિલ્લીઃ રાજધાની દિલ્લીના દ્વારકામાં એક કળયુગી કપૂતે પોતાની વૃદ્ધ માને એટલી જોરથી થપ્પડ મારી કે તેમનુ મોત થઈ ગયુ. દીકરાની કરતૂત બાજુમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો સામે આવ્યા બાદ પોલિસે ઘટનાની માહિતી મેળવીને આઈપીસીની કલમ 304 હેઠળ કેસ નોંધી લીધો છે. પોલિસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. પોલિસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.

પાર્કિંગ માટે થઈ હતી ચર્ચા

પાર્કિંગ માટે થઈ હતી ચર્ચા

દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ ઘટના 15 માર્ચની છે. બપોરે 12.07 વાગે બિંદાપુર પોલિસ સ્ટેશનમાં એક પીસીઆર કૉલ ઝઘડાનો મળ્યો હતો. પોલિસકર્મી વિકાસને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા. વિકાસ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તો ફરિયાદકર્તા મહિલાએ જણાવ્યુ કે બિલ્ડિંગના માલિક સાથે પાર્કિંગ માટે તેમની બોલાચાલી થઈ ગઈ હતી. બાદમાં આ વિવાદને ઉકેલી લેવામાં આવ્યો હતો. તે નહોતા ઈચ્છતા કે મામલો વધુ આગળ વધે.

દીકરાએ માને મારી થપ્પડ, માનુ ઘટના સ્થળે જ મોત

દીકરાએ માને મારી થપ્પડ, માનુ ઘટના સ્થળે જ મોત

ત્યારબાદ એક વીડિયો સામે આવ્યો જેમાં 76 વર્ષીય અવતાર કૌર પોતાના 46 વર્ષીય દીકરા રણવીર અને વહુ સાથે ઉભા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે અવતાર કૌરનો દીકરા રણવીર સાથે પાર્કિંગ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન રણવીરે પોતાની વૃદ્ધ માને જોરથી થપ્પડ મારી દીધી. થપ્પડ પડતા જ અવતાર કૌર જમીન પર પડી ગયા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માના જમીન પર પડ્યા બાદ પણ રણવીરે તેમને ઉઠાવ્યા પણ નહિ. જમીન પર બેભાન પડેલા અવતારને પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા.

પોલિસે નોંધ્યો બિન ઈરાદાપૂર્વક હત્યાનો કેસ

પોલિસે નોંધ્યો બિન ઈરાદાપૂર્વક હત્યાનો કેસ

આખી ઘટના સીસીટીવીમાં કેમેરેમાં કેદ થઈ ગઈ. વીડિયો સામે આવ્યા બાદ બિંદાપુર પોલિસે મૃતકા અવતાર કૌરના દીકરા રણવીર સામે આઈપીસીની કલમ 304(બિન ઈરાદાપૂર્વક હત્યા)નો કેસ નોંધ્યો છે. માહિતી મુજબ પોલિસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

ગર્ભપાતની સીમા 24 સપ્તાહ સુધી વધારવા અંગેનુ બિલ રાજ્યસભા પાસગર્ભપાતની સીમા 24 સપ્તાહ સુધી વધારવા અંગેનુ બિલ રાજ્યસભા પાસ

English summary
Delhi: Old mother died on the spot after being slapped by her son.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X