‘ભાજપના ઈશારે થઈ રહી છે હડતાળ, પેટ્રોલ પંપ માલિકોને આપી છે ધમકી'

કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે આ હડતાળ પ્રાયોજિત છે અને ભાજપના ઈશારે કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર અને દિલ્લી સરકાર વચ્ચે છેડાયેલી જંગ વચ્ચે આજે દિલ્લીમાં સામાન્ય જનનતાને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્લીમાં 400 પેટ્રોલ પંપ આજે હડતાળ પર છે. પેટ્રોલ પંપ માલિકોએ કેજરીવાલ સરકારના નિર્ણયના વિરોધમાં આ બંધનું એલાન કર્યુ છે. પરંતુ આ હડતાળનું ઠીકરુ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર ફોડ્યુ છે. કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે આ હડતાળ પ્રાયોજિત છે અને ભાજપના ઈશારે કરવામાં આવી છે.

પેટ્રોલ પંપ માલિકોનો પક્ષ

પેટ્રોલ પંપ માલિકોનો પક્ષ

વાસ્તવમાં પેટ્રોલપંપ માલિકોનું કહેવુ છે કે કેજરીવાલ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો ઈનકાર કરી દીધો છે જ્યારે પડોશી રાજ્ય હરિયાણામાં પેટ્રોલ સસ્તુ છે. જેના કારણે લોકો હરિયાણાની સીમા પર સ્થિત પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ખરીદી રહ્યા છે. જેના કારણે તેમને ઘણુ નુકશાન વેઠવુ પડી રહ્યુ છે. આ કારણે તમામ પેટ્રોલ પંપ માલિકોએ દિલ્લીમાં એક દિવસની હડતાળનું એલાન કર્યુ છે. પેટ્રોલ અને ડીઝલની ઘટના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કેજરીવાલે સાધ્યુ નિશાન

કેજરીવાલે સાધ્યુ નિશાન

પેટ્રોલ પંપની હડતાળ પર કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ કે પેટ્રોલ પંપ માલિકોએ મને ગોપનીય રીતે જણાવ્યુ છે કે આ હડતાળ ભાજપના ઈશારે કરવામાં આવી રહી છે જેને તેલ કંપનીઓનું સમર્થન મળેલુ છે. એટલુ જ નહિ ભાજપે પેટ્રોલ પંપ માલિકોને ધમકી આપી છે કે જો તે હડતાળમાં ભાગ નહિ લે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કેજરીવાલે કહ્યુ કે આવનારી ચૂંટણીમાં લોકો ભાજપની ગંદી રાજનીતિનો જડબાતોડ જવાબ આપશે.

કેન્દ્ર સરકારે હતી અપીલ

કેન્દ્ર સરકારે હતી અપીલ

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દીધી છે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ 1.50 રૂપિયા સસ્તુ થઈ ગયુ હતુ. ત્યારબાદ સરકાર તરફથી તમામ રાજ્ય સરકારોને અપીલ કરવામાં આવી હતી કે તે રાજ્ય સરકાર તરફથી લગાવવામાં આવેલ વેટ ઘટાડે. જેનાથી સામાન્ય જનતાને રાહત મળી શકે. સરકારની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોમાં વેટ ઘટાડી દેવામાં આવ્યો. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ 2.50 રૂપિયા સસ્તુ થઈ ગયુ. પરંતુ દિલ્લીમાં આપ સરકારે આમ કરવાનો ઈનકાર કરી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X