સ્પૉટ ફિક્સિંગના તાર દાઉદ ઇબ્રાહીમ સાથે જોડાયેલા છે: દિલ્હી પોલીસ

વરિષ્ઠ અધિકારી વકિલ રાજીવ મોહને મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ લોકેશ કુમાર શર્માને જણાવ્યું હતું કે આ કોઇ હજુપણ કેટલાક મોટા નામ જોડાયેલા છે કારણ કે અંડરવર્લ્ડ માફિયા દાઉદ ઇબ્રાહિમને ફોન કરવામાં આવ્યાં છે. પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે મૈંડી તે કેટલાક લોકોમાંથી છે જે દાઉદના સાથીઓ અને ખેલાડીઓના સંપર્કમાં સતત હતો.
રાજીવ મોહને દાઉદના સંપર્કમાં રહેનાર લોકો અને દાઉદના સાથીઓના નામનો ખુલાસો કર્યા વિના જણાવ્યું હતું કે હજુ સુધી આ કેસમાં મુખ્ય કનેક્શન શોધી શકાયું નથી જેને જલદી સાબિત કરી દેવામાં આવશે. આ કેસમાં કેટલાક મોટા નામ જોડાયેલા હોય શકે છે, જેને હું હાલ ઉજાગર કરી શકું તેમ નથી. તે સતત ડી કંપનીના સંપર્કમાં હતા.
કોર્ટે તિહાડ જેલના અધિકારીઓને મૈંડીને મુંબઇની એક કોર્ટ સમક્ષ હાજર કરવાનો નિર્દેશ કર્યો હતો. મુંબઇની કોર્ટે મૈંડી વિરૂદ્ધ પ્રોટેક્શન વોરંટ જાહેર કર્યું હતું. દિલ્હી પોલીસે અત્યાર સુધી આ કેસમાં 22 આરોપીઓની ધરપકડ કરી છે.












Click it and Unblock the Notifications
