દિલ્હીઃ વધતા પ્રદૂષણને પગલે 40 ગાડીઓનું રજિસ્ટ્રેશન રદ
દિલ્હીઃ વધતા પ્રદૂષણને પગલે 40 ગાડીઓનું રજિસ્ટ્રેશન રદ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું વધી રહેલ સ્તરને પગલે રાજ્ય સરકારે આકરું વલણ અપનાવ્યું છે. જેમાં કેજરીવાલ સરકારે જણાવ્યું કે 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષ જૂની ડીઝલ વાહનો હોય તેવાં કુલ 40 લાખ વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે. અગાઉ સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં પેટ્રોલ-ડીઝલના જૂના વાહનો પર રોક લગાવવા કહ્યું હતું. આ આદેશ પર દિલ્હી સરકારે ગુરુવારે પોતાનો જવાબ કોર્ટમાં દાખલ કર્યો.

વિલંબ માટે કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી
વાહનોના રજિસ્ટ્રેશન રદ કરવામાં વિલંબ થતાં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર પણ લાવી હતી. કોર્ટે દિલ્હી સરકારના વકીલ વસીમ એ કાદરીને કહ્યું કે એનજીટીના ઓવરએજ વાહનો પર રોક લગાવવાનો આદેશ 7 એપ્રિલ 2015ના રોજ જાહેર કરી દીધો હતો. જે બાદ આ આદેશની વિરુદ્ધમાં અપીલ 15 મે 2015ના રોજ રદ કરી દીધી હતી. સરકારે સાડા ત્રણ વર્ષ બાદ પણ આ આદેશનું પાલન કર્યું નહોતુ.

40 લાખ ઓવરએજ વાહનોનું રજિસ્ટ્રેશન રદ
દિલ્હી સરકારે કોર્ટને જણાવ્યું કે આ સમયે દિલ્હી-એનસીઆરમાં 1.10 કરોડ વાહનો રજિસ્ટર્ડ છે અને સરકારે કોરટના આદેશ મુજબ 40 લાખ ઓવરએજ વાહનોનું રજિસ્ટ્રેશન રદી કરી દીધું છે. અગાઉ દિલ્હીના હાલાત જોતા પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ પ્રાધિકરણના ઓડ-ઈવન લાગુ કરવા છતાં વિચાર કરવા કહ્યું હતું. જ્યારે પ્રતિબંધિત વાહનો પર નજર રાવા માટે પરિવહન વિભાગની ઈન્ફોર્સમેન્ટ ટીમ ઉપરાંત ટ્રાફિક પોલીસને પણ નિર્દેશ આપ્યા છે.

દિલ્હીનું પ્રદૂષણ જાનલેવા
સરકાર હવે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. સરકારે દિલ્હીના કેટલાય વિસ્તારોમાં નિર્માણ કાર્યો પર આગામી 10 દિવસ સુધી રોક લગાવી દીધી છે. જ્યારે આનું ધ્યાન રાખવા માટે ટીમની રચના કરવામાં આવી છે. જ્યારે પ્રદૂષણના કારણે બગડતા હાલાત પર દિલ્હી પરિવહન વિભાગે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંગળવારે નોટિસ જાહેર કરી પ્રતિબંધિત વાહનો રસ્તા પર ઉતરે તો કાર્યવાહી કરવાની વાત કહી હતી, જની જાણકારી ગુરુવારે કોર્ટને આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
