For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝુગ્ગીવાળાને કેજરીવાલે કહ્યુ - હું જીવતો છુ ત્યાં સુધી તમને કોઈ બેઘર નહિ કરી શકે

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તે કોઈ પણ સ્થિતિમાં પાક્કુ મકાન આપ્યા વિના ગરીબ લોકોના ઘર નહિ ઉજડવા દે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી વિધાનસભાના એક દિવસના સત્રમાં વિપક્ષ અને સત્તા પક્ષના ધારાસભ્યોએ ઘણા મહત્વના મુદ્દા ઉઠાવ્યા પરંતુ આ સત્રમાં ઝુગ્ગીવાળા વિશે મુખ્ય રીતે વાત કરવામાં આવી. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તે કોઈ પણ સ્થિતિમાં પાક્કુ મકાન આપ્યા વિના ગરીબ લોકોના ઘર નહિ ઉજડવા દે. કોરોના મહામારી દરમિયાન 48 હજાર ઝુ્ગ્ગીઓ હટાવવા યોગ્ય નિર્ણય નહિ હોય કારણકે આમ કરવાથી ઝુગ્ગીવાળો વિસ્તાર હૉટસ્પૉટ બનવાનુ જોખમ છે.

તેમને પાક્કા મકાન આપવાની પૂરી કોશિશ કરીશ

તેમને પાક્કા મકાન આપવાની પૂરી કોશિશ કરીશ

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે એવો નિયમ છે કે ઝુગ્ગી હટાવતા પહેલા પાક્કુ મકાન આપવાનુ હોય છે અને આ કામ માટે તેમની સરકાર કંઈ પણ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે આ મારુ વચન છે કે જ્યાં સુધી હું જીવતો છુ ત્યાં સુધી ઝુગ્ગીવાળાને ઉજડવા નહિ દેવામાં નહિ આવે, હું ગરીબોને બેઘર ન કરી શકુ અને તેમને પાક્કા મકાન આપવાની પૂરી કોશિશ કરીશ, હવે તેના માટે મારે કોઈના પણ પગ કેમ ન પકડવા પડે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે એક આદેશમાં ત્રણ મહિનાની અંદર દિલ્લીમાં રેલવે પાટાઓ પાસેની લગભગ 48,000 ઝુગ્ગીઓને હટાવવાના નિર્દેશ આપ્યા છે ત્યારબાદથી ઝુગ્ગીમાં રહેતા લોકોને બેઘર થવાનો ડર સતાવી રહ્યો છે.

રાજધાનીમાં કોરોના નિયંત્રિત હોવાનુ કારણ ટીમ વર્ક છે

રાજધાનીમાં કોરોના નિયંત્રિત હોવાનુ કારણ ટીમ વર્ક છે

દિલ્લીમાં કોરોનાની સ્થિતિ પર અરવિંદ કેજરીવાલે કહ્યુ, દિલ્લીમાં કોરોનાને નિયંત્રિત કરવાનુ એકમાત્ર કારણ છે ટીમ વર્ક. અમે જલ્દી અનુભવી લીધુ કે આટલી મોટી મહામારી છે કે એકલાના વશની વાત નથી. જો દિલ્લી સરકાર એ અહંકારમાં હોતી કે અમે કરીશુ અને અમે એકલા કરીશુ, તો કોરોના કંટ્રોલમાં થવાનો નહોતો. અમે બધાની મદદ લીધી. અમે કેન્દ્ર સરકારની મદદ લીધી અને આજે સંસદના માધ્યમથી કેન્દ્ર સરકારનો આભાર માનવા માંગુ છુ કે શરૂઆતમાં અમારી પાસે પીપીઈ કિટ નહોતી, તેમણે અમને આપી. અમને ઑક્સિજન સિલિન્ડર આપ્યા. જ્યારે જ્યારે અમે તેમની મદદ માંગી, તેમણે અમારી મદદ કરી. સમાજે પણ બહુ મદદ કરી છે, એકલી કોઈ સરકાર નથી કરી શકતી.

અહંકાર ભૂલીને બધાએ મળીને કામ કરવાનુ છે

અહંકાર ભૂલીને બધાએ મળીને કામ કરવાનુ છે

આમ આદમી પાર્ટી કાર્યકર્તા ઑક્સિમીટર લઈને ઘરે ઘરે જઈ રહ્યા છે. જે સ્તરે ઑક્સિમીટરનુ અભિયાન ચાલી રહ્યુ છે, આમ આદમી પાર્ટીનુ નામ ગિનિસ પુક ઑફ રેકોર્ડમાં આવવુ જોઈએ. આટલા મોટા પાયે આ પૃથ્વી પર ઑક્સિમીટરની કેમ્પેઈન કોઈએ નહિ કર્યુ હોય. આ સમય મોટી મુસીબતનો સમયછે. માનવ જાતીના ઈતિહાસમાં આટલી મોટી મહામારી ક્યારેય નથી આવી, બસ એક જ વસ્તુ આપણે ધ્યાન રાખવાી છે કે અત્યારે રાજનીતિ એક બાજુ મૂકીને બધાએ મળીને સંગઠિત થઈને માનવતા માટે કામ કરવાનુ છે. પોતાનો બધો અહંકાર ભૂલીને બધાએ મળીને કામ કરવાનુ છે.

દુનિયામાં સૌથી વધુ કોરોના ટેસ્ટ થયા દિલ્લીમાંઃ સીએમ કેજરીવાલદુનિયામાં સૌથી વધુ કોરોના ટેસ્ટ થયા દિલ્લીમાંઃ સીએમ કેજરીવાલ

English summary
Delhi: Railwyaline slum dwellers will not be removed said cm kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X