For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વરસાદને કારણે ગાઝિયાબાદના વસુંધરામાં રસ્તો જ ગાયબ

દિલ્હી એનસીઆરમાં સતત થઇ રહેલા વરસાદને કારણે પૂર જેવી હાલત પેદા થઇ ગયી છે. આખા શહેરમાં જગ્યા જગ્યા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને ખુબ જ પરેશાની આવી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દિલ્હી એનસીઆરમાં સતત થઇ રહેલા વરસાદને કારણે પૂર જેવી હાલત પેદા થઇ ગયી છે. આખા શહેરમાં જગ્યા જગ્યા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને ખુબ જ પરેશાની આવી રહી છે. થોડા જ કલાકના વરસાદે એવી તબાહી મચાવી કે રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે. ગાઝિયાબાદના વસુંધરામાં વરસાદને કારણે રસ્તો તૂટીને આખો ગાયબ જ થઇ ગયો. રસ્તાની પાસે આવેલી સોસાયટીના ઘર ખાલી કરાવવામાં આવ્યા છે.

વસુંધરા રોડની વચ્ચે ઝરણું બની ગયું

વસુંધરા રોડની વચ્ચે ઝરણું બની ગયું

ગુરુવારે દિલ્હી એનસીઆરમાં વરસાદે હાહાકાર મચાવ્યો. ગાઝિયાબાદના વસુંધરામાં વરસાદને કારણે હાલત એટલી ખબર બની ગયી કે રસ્તો આખો નીચે જ ધકેલાઈ ગયો. વસુંધરામાં સેક્ટર ચાર વાર્તાલોક અને પ્રજ્ઞાલોક સોસાયટી પાસે રસ્તો ધોવાઈ ગયો. રસ્તો ધોવાઈ જવાને કારણે મોટો ખાડો પડી ગયો છે, જેને કારણે રોડની વચ્ચે ઝરણું બની ગયું છે. આસપાસ સોસાયટીના ઘર ખાલી કરાવવામાં આવ્યા છે, જેને કારણે તેઓ બહાર રહેવા માટે મજબુર છે.

સ્થાનીય લોકોએ બિલ્ડરને જવાબદાર ગણાવ્યો

સ્થાનીય લોકોએ બિલ્ડરને જવાબદાર ગણાવ્યો

બંને સોસાયટીના લગભગ 50 ફ્લેટ્સ ખાલી કરાવવામાં આવ્યા છે. નજીકમાં બનેલી મેવાડ ગર્લ્સ હોસ્ટેલ પણ ખાલી કરાવી દીધી છે. સ્થાનીય લોકોએ વરસાદની સાથે સાથે બિલ્ડરને પણ જવાબદાર ગણાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સોસાયટી પાસે જ એક મોટો ખાડો છે. આ જમીન પર બિલ્ડર એક મોટું એપાર્ટમેન્ટ બનાવવા જઈ રહ્યો હતો પરંતુ કોઈ કારણસર કામ અટકી પડ્યું. બિલ્ડરે કામ રોકી દીધી પરંતુ ખોડેલો ખાડો તેને ભર્યો નહીં.

એનડીઆરએફ ટીમ જગ્યા પર હાજર

એનડીઆરએફ ટીમ જગ્યા પર હાજર

પ્રશાશન ઘ્વારા પણ આ બાબતે કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નહીં જેને કારણે આ સ્થિતિ પેદા થયી છે. લોકોએ જણાવ્યું કે આ પહેલા પણ તેમને પ્રશાશને તેને વિશે ચેતવણી આપી હતી પરંતુ તેમની તરફ થી કોઈ પણ એક્શન લેવામાં આવ્યું નહીં. વરસાદને કારણે રસ્તા પર 30 ફુટ ઊંડું ગાબડું પડી ગયું. લોકોની મદદ માટે એનડીઆરએફ ટીમ જગ્યા પર મોકલવામાં આવી છે.

English summary
Delhi Rains: Road Caves In Vasundhara Sector 4 In Ghaziabad After Heavy Rain Shower In Delhi-NCR
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X