For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં 4.4 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો સૌથી વધુ ઠંડો દિવસ, હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ જારી કર્યુ

દિલ્હીમાં કોલ્ડવેવ યથાવત રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અહીં આગામી બે દિવસ સુધી ભારે ઠંડી રહેશે. ઠંડીને લઈને હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં શિયાળો જામ્યો છે ત્યારે દિલ્હીમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે ત્યારે તાપમાન 4.4 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. દિલ્હીમાં આજે સફદરગંજ અને આયાનગરમાં આ તાપમાન નોંધાયુ હતુ. એક જ દિવસમાં અહીં તાપમાનમાં મોટો ઘડાયો નોંધાયો છે. ગઈ કાલે અહીં તાપમાન 8.5 ડિગ્રી નોંધાયુ હતું.

cold wave

દિલ્હીમાં ભારે ઠંડ વચ્ચે હવે હવામાન વિભાગે ઓેરેજ એલર્ટ જારી કર્યુ છે અને જણાવ્યુ છે કે, દિલ્હીમાં કોલ્ડવેવ યથાવત રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અહીં આગામી બે દિવસ સુધી ભારે ઠંડી રહેશે. ઠંડીને લઈને હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સજાગ રહેવા કહ્યું છે.

હવામાન વિભાગે દિલ્હીમાં વધી રહેલી ઠંડી પાછળ પહાડોમાં થઈ રહેલી બરફ વર્ષાને જવાબદાર ગણાવી છે. દિલ્હી હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જનમાનીએ જણાવ્યુ કે, દિલ્હીની સ્થિતિ ઉત્તર ભારત જેવી જ છે. અહીં પણ કડકડતી ઠંડી પડી રહી છે. સૌથી ઓછું તાપમાન રાજસ્થાનમાં છે. ચુરુમાં બે દિવસથી તાપમાન શૂન્યથી નીચે ચાલી છે. છેલ્લા 48 કલામાં ધુમ્મસથી સૌથી વધુ અસર લખનૌ, કાનપુર, બનારસ અને આગ્રા, પંજાબ, યુપી, હરિયાણામાં જોવા મળી છે.

અહીં તેમણે કહ્યું કે, 7 જાન્યુઆરી પછી સ્થિતિ સુધરશે અને કોલ્ડ વેવમાં ઘટાજો થશે. કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા ચાલુ છે, જ્યારે દક્ષિણમાં હાલ હવામાન સ્વચ્છ રહેશે. આ સિવાય દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ શકે છે, જ્યારે ઉત્તર-પૂર્વમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.

English summary
Delhi recorded the coldest day of the season with a temperature of 4.4 degrees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X