દિલ્લીના રસ્તાઓ વિશ્વસ્તરીય બનાવવાની કવાયત, કેજરીવાલ સરકારનો 'પાયલટ પ્રોજેક્ટ' આપશે નવો લુક

દિલ્લીની આપ સરકારે રાજધાનીના રસ્તાઓને વિશ્વસ્તરીય બનાવવા માટેના પાયલટ પ્રોજેક્ટની તૈયારી કરી લીધી છે. આવો જાણીએ આ સમગ્ર કવાયત વિશે.

Delhi Government: રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી સરકાર આ વર્ષે ઘણી મોટી યોજનાઓ લઈને આવી રહી છે. દિલ્લીમાં પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવા માટે દિલ્લી સરકાર ઘણા પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આમાંના કેટલાક પ્રોજેક્ટ દિલ્લીની સુંદરતા વધારવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના છે. દિલ્લી સરકારે હાલમાં જ એક એવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જે અંતર્ગત દિલ્લીના શહેરોની સુંદરતા વધારવાની સાથે રસ્તાઓને સ્વચ્છ રાખવાનુ કામ કરવામાં આવશે.

arvind kejriwal

કેજરીવાલ સરકાર શિક્ષણને વિશ્વસ્તરીય બનાવવા માટે રાજ્યમાંથી શિક્ષકોને વિદેશ તાલીમ માટે મોકલવા પર અડગ છે. વળી, દિલ્લીની સુંદરતાને વર્લ્ડ ક્લાસ લુક આપવાની તૈયારી ચાલી રહી છે. આ માટે સરકાર 1લી એપ્રિલથી નવી સ્કીમ પર કામ કરશે. દિલ્લી શહેરના તમામ 250 વોર્ડના રસ્તાઓને પોલિશ કરવાનુ કામ કરવામાં આવશે. આ માટે 250થી વધુ એન્ટી સ્મોગ ગન કમ સ્પ્રિંકલર ભાડે લેવામાં આવશે.

દિલ્લી સરકારના આ પ્રોજેક્ટ હેઠળ PWDના તૂટેલા રસ્તાઓ અને ખાડાઓની સાથે તૂટેલી ફૂટપાથ, સેન્ટ્રલ વર્જ, મેન હોલ, સ્લેબ, સાઈનેજ, ઈલેક્ટ્રીક પોલ, રેલિંગ, લાઈન્ટ્સ અને FOB વગેરેનું સમારકામ કરવામાં આવશે. દરેક રોડને 10 વર્ષમાં બે વાર રી-સરફેસ કરવામાં આવશે. રસ્તાઓ, ફૂટપાથ, વૃક્ષો અને છોડને અઠવાડિયામાં ત્રણ દિવસ દરરોજ મિકેનિકલ સફાઈ દ્વારા ધોવામાં આવશે અને ડીપ સ્ક્રબિંગ દ્વારા સાફ કરવામાં આવશે.

આ માટે એજન્સીને 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ, ડીપ સ્ક્રબિંગ મશીનો, 100 મેકનાઈઝ્ડ રોડ સ્વીપર, 150 ટેન્કર અને સ્પ્રિંકલર હાયર કરવામાં આવશે. MCDના 250 વોર્ડમાં નાના રસ્તાઓ અને તેની બાજુના વૃક્ષો અને છોડને ધોવા માટે 250 એન્ટી સ્મોગ ગન કમ સ્પ્રિંકલરનો ઉપયોગ કરવામાં આવશે.

રસ્તા ધોવામાં પાણીનો બગાડ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ કરવામાં આવશે. મોનિટરિંગ માટે પણ નક્કર વ્યવસ્થા કરવામાં આવશે. કામની દેખરેખ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવશે. જે વાહન નિરીક્ષણ કરશે તેના પર કેમેરા લગાવવામાં આવશે. જો અવગણના કરવામાં આવશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.

વર્ક ઓર્ડર 20 માર્ચની આસપાસ પાસ થવાની ધારણા છે. રસ્તાઓની સુંદરતા વધારવાની નવી યોજનામાં કોઈપણ રીતે બાંધછોડને અવકાશ રહેશે નહિ. દિલ્લીના સીએમ કેજરીવાલે પોતે કહ્યુ છે કે કામ શરૂ થયાના છ મહિનામાં રસ્તાઓના સમારકામનું તમામ કામ પૂર્ણ કરવામાં આવશે. મેન્ટેનન્સ માટે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે, જે પુલ, ફૂટપાથ કે રસ્તાનુ સમારકામનુ કોઈ પણ કામ 24 કલાકમાં પૂરુ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X