દિલ્લીની હવા સતત 7માં દિવસે પણ 'ખૂબ ખરાબ', 100% વર્ક ફ્રોમ હોમ અને પ્રતિબંધ ચાલુ રહેશે

દેશની રાજધાની દિલ્લીમાં હવાની ગુણવત્તા હજુ પણ 'ખૂબ ખરાબ' છે.

નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં હવાની ગુણવત્તા હજુ પણ 'ખૂબ ખરાબ' છે. ગયા સપ્તાહે એવો કોઈ દિવસ નહોતો જ્યારે એક્યુઆઈ(વાયુ ગુણવત્તા સૂચકાંક)માં સુધારો જોવા મળ્યો હોય. એક્યુઆઈ શુક્રવારે 332 હતો જે વધીને આજે 355 થઈ ગયો છે. એવામાં દિલ્લી સરકારે પ્રતિબંધોને યથાવત રાખ્યા છે. નોકરી-વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કહેવામાં આવી રહ્યુ છે કે ઘરમાંથી જ કામ કરો. વળી, સ્કૂલ અને અન્ય શેક્ષણિક સંસ્થાઓ આગલા આદેશ સુધી બંધ રહેશે.

delhi

દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ કે અમે 100 ટકા વર્ક ફ્રોમ હોમ લાગુ કર્યુ છે અને નિર્માણ કાર્ય તેમજ વિધ્વંસ કાર્ય પર દિલ્લીમાં 21 નવેમ્બર સુધી રોક લગાવી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સ્કૂલ, અન્ય શિક્ષણ સંસ્થાઓ પણ આગલા આદેશ સુધી બંધ રહેશે. સિસ્ટમ ઑફ એર ક્વૉલિટી એન્ડ વેધર ફૉરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (સફર)ના જણાવ્યા અનુસાર, દિલ્લીની વાયુ ગુણવત્તા શનિવારે સતત સાતમાં દિવસે પણ 'ખૂબ ખરાબ' શ્રેણીમાં છે. વાયુ ગુણવત્તા સૂચકાંક શુક્રવારે 332થી વધીને આજે 335 થઈ ગયો છે.

વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ કમિશન(CAQM)ના સૂચનોને કડકાઈથી લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મીડિયાને સંબોધિત કરીને પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ, 'અમે દિલ્લીમાં બધા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાના નિર્દેશ આપ્યા છે, માત્ર જરૂરી સેવાઓવાળા વાહનો ચાલશે.' તેમણે કહ્યુ કે, 'એમ્બ્લુયલન્સ, પોલિસ વિભાગ અને પરિવહન વિભાગમાં શામેલ વાહનોને છોડીને બધા વાહનો પર પ્રતિબંધ રહેશે.' રાયે પ્રદૂષણ ઘટાડવા માટે ઈમરજન્સી ઉપાયોની ઘોષણા કરીને એ પણ કહ્યુ કે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર દિલ્લીમાં 21 નવેમ્બર સુધી સરકારી વિભાગો માટે 100 ટકા વર્ક ફ્રોમ હોમ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X