લોક સભામાં રજુ થયુ દિલ્હી સેવા બિલ, કોંગ્રેસે કર્યો વિરોધ
આજે લોકસભામાં દિલ્હી સેવા બિલરજુ થયુ છે. આ GNCT (સુધારા) બિલ 2023 પર બોલતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે બંધારણે ગૃહને દિલ્હીના સંદર્ભમાં કોઈપણ કાયદો પસાર કરવાની સત્તા આપી છે.
ગૃહમંત્રીએ કહ્યું, "સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદ દિલ્હી રાજ્યને લઈને કોઈપણ કાયદો લાવી શકે છે. તમામ વિરોધ રાજકીય છે. કૃપા કરીને મને આ બિલ લાવવાની મંજૂરી આપો.

દિલ્હીમાં સેવાઓને નિયંત્રિત કરવાના વટહુકમને બદલવા માટેનું બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) બિલ, 2023 રજૂ કર્યું હતુ.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, એનકે પ્રેમચંદ્રન અને શશિ થરૂર સહિત વિપક્ષી સભ્યોએ બિલની રજૂઆતનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું, "દિલ્હી સેવા બિલ સંપૂર્ણપણે સંઘ વિરોધી અને અલોકતાંત્રિક છે, અમે તેનો સખત વિરોધ કરીશું."












Click it and Unblock the Notifications
