For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી હિંસાઃ અત્યાર સુધી 27 લોકોના મોત, આજે HCમાં જવાબ આપશે પોલિસ

નાગરિકતા સુધારા કાયદાના વિરોધ અને સમર્થનમાં આયોજિત પ્રદર્શન બાદ દેશની રાજધાની દિલ્લીના નૉર્થ-ઈસ્ટ વિસ્તારમાં ભડકેલી હિંસામાં મોતનો આંકડો વધતો જઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદાના વિરોધ અને સમર્થનમાં આયોજિત પ્રદર્શન બાદ દેશની રાજધાની દિલ્લીના નૉર્થ-ઈસ્ટ વિસ્તારમાં ભડકેલી હિંસામાં મોતનો આંકડો વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી 27 લોકોના જીવ જઈ ચૂક્યા છે જ્યારે ઘાયલોની સંખ્યા 200 સુધી પહોંચી ગઈ છે. જો કે બુધવારે કોઈ અપ્રિય ઘટના બની નથી. દિલ્લી પોલિસે પણ દાવો કર્યો કે સ્થિતિ કાબુમાં છે. બુધવારે ફરીથી એક વાર હિંસા પ્રભાવિત વિસ્તારનુ નિરીક્ષણ કરનાર એનએસએ અજીત ડોભાલે પણ કહ્યુ કે બધુ શાંત છે. વળી, દિલ્લી પોલિસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને નેતાઓના ભડકાઉ વીડિયો જોવાના છે જે બાદ પોલિસે ગુરુવારે બપોરે 2.15 વાગે હાઈકોર્ટાં જવાબ આપવાનો છે.

delhi violence

જસ્ટીસ એસ મુરલીધરની ટ્રાન્સફર

આ પહેલા જસ્ટીસ એસ મુરલીધરની કેન્દ્ર સરકારે બુધવારે દિલ્લી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી. આ બાબત સરકાર તરફથી અધિસૂચના જારી કરવામાં આવી. આ પહેલા સુપ્રીમ કોર્ટની કોલેજિયમે 12 ફેબ્રુઆરીએ તેમની ટ્રાન્સફરની ભલામણ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સીજેઆઈ બોબડેની સલાહ પર જસ્ટીસ એસ મુરલીધરને હસ્તાંતરિત કરી દીધા. તમને જણાવી દઈએ કે જસ્ટીસ મુરલીધર દિલ્લી હાઈકોર્ટના ત્રીજા સૌથી વરિષ્ઠ જજ છે. મહત્વની વાત એ છે કે જસ્ટીસ મુરલીધરે દિલ્લી હાઈકોર્ટમાં પોતાના અંતિમ કાર્યદિવસમાં દિલ્લીના હુલ્લડો પર મહત્વના નિર્દેશ પાસ કર્યા હતા.

આ પણ વાંચોઃ દિલ્હી હિંસા પર અમેરિકી સાંસદોનું નિવેદન- કહ્યું આખી દુનિયા જોઈ રહી છેઆ પણ વાંચોઃ દિલ્હી હિંસા પર અમેરિકી સાંસદોનું નિવેદન- કહ્યું આખી દુનિયા જોઈ રહી છે

English summary
delhi violence death toll has risen to 27 but situation is under control
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X