Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્હીઃ ‘મારપીટ પહેલા રોહિત તોમરે ટોયલેટમાં કર્યો હતો બળાત્કાર': પીડિતા

દિલ્હીના તિલકનગરમાં યુવતીને ક્રૂરતાપૂર્વક મારવાના કેસમાં એક નવો ખુલાસો થયો છે. પીડિતાએ જણાવ્યુ કે રોહિતે બીપીઓના ટોયલેટમાં તેની પર બળાત્કાર કર્યો હતો.

દિલ્હીના તિલકનગરમાં યુવતીને ક્રૂરતાપૂર્વક મારવાના કેસમાં એક નવો ખુલાસો થયો છે. આરોપી રોહિત તોમરે એક યુવતીને ક્રૂરતાપૂર્વક માર્યા બાદ તેનો વીડિયો બનાવ્યો હતો જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. વીડિયોમાં જોવા મળતી પીડિતાએ સામે આવીને ખુલાસો કર્યો છે કે રોહિતે મારપીટ કરતા પહેલા તેની પર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ જણાવ્યુ કે રોહિતે બીપીઓના ટોયલેટમાં તેની પર બળાત્કાર કર્યો હતો.

રોહિત તોમરે મારપીટ પહેલા કર્યો બળાત્કાર

રોહિત તોમરે મારપીટ પહેલા કર્યો બળાત્કાર

ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર વાયરલ વીડિયોમાં મારપીટ કેસમાં આરોપી રોહિત તોમરે યુવતી સાથે માત્ર મારપીટ નહોતી કરી પરંતુ તેની પર બળાત્કાર પણ કર્યો હતો. પીડિતાએ ખુલાસો કરતા કહ્યુ કે રોહિત અને તે છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશીપમાં હતા. તેણે જણાવ્યુ કે, ‘2 સપ્ટેમ્બરે રોહિતે મને ઉત્તમનગરના એક બીપીઓમાં બોલાવી. મે તેને ઘણી વાર કહ્યુ કે હું નહિ આવુ પરંતુ તેના વારંવાર બોલાવવાના કારણે હું તૈયાર થઈ ગઈ. તેની સાથે વાત કરતી વખતે મને ઘણી વાતોની ખબર પડી.'

બંને ત્રણ વર્ષથી હતા રિલેશનશીપમાં

બંને ત્રણ વર્ષથી હતા રિલેશનશીપમાં

પીડિતાએ કહ્યુ કે, ‘જ્યારે મે તેનો વિરોધ કર્યો તો રોહિતે મારપીટ શરૂ કરી દીધી. પીડિતાને રોહિતના દોસ્તે કહ્યુ હતુ કે તે તેને છેતરી રહ્યો છે. રોહિત અને હું છેલ્લા ત્રણ વર્ષથી સાથે છીએ. અમારી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. તેણે મને લગ્નનું વચન આપ્યુ હતુ. 2 સપ્ટેમ્બરના રોજ અલી હસને (રોહિતનો દોસ્ત, જેણે વીડિયો બનાવ્યો હતો) મને એક બીજી યુવતી વિશે જણાવ્યુ. મે રોહિતને કોઈ એકને પસંદ કરવાનું અને બે જણના જીવન ખરાબ ન કરવાનું કહ્યુ. પહેલા તો તેણે આ આરોપોનો ઈનકાર કરી દીધો. ત્યારબાદ જ્યારે હું જાણવા માટે ઉભી થઈ ત્યારે તેણે મારપીટ શરૂ કરી દીધી.'

ગૃહમંત્રીના હસ્તક્ષેપ બાદ પોલિસે કરી ઝડપી કાર્યવાહી

ગૃહમંત્રીના હસ્તક્ષેપ બાદ પોલિસે કરી ઝડપી કાર્યવાહી

પીડિતાએ જણાવ્યુ, ‘મારી અંદર ભાગવાની તાકાત નહોતી. તેણે મને પેટમાં એટલુ જોરદાર માર્યુ કે હું હજુ સુધી જમી શકતી નથી. અલી હસન, જેણે વીડિયો રેકોર્ડ કર્યો તે તેને વારંવાર અટકાવતો હતો પરંતુ તેણે મારી કોઈ મદદ કરી નહિ. મને મારતા પહેલા રોહિતે મારી પર બળાત્કાર કર્યો હતો.' પીડિતાની ફરિયાદ બાદ રોહિત તોમરની મારપીટ અને બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતે હસ્તક્ષેપ કર્યો હતો જે બાદ કાર્યવાહી ઝડપી કરવામાં આવી હતી.

‘રાજનાથ સિંહના ટ્વિટ બાદ આવી હિંમત'

‘રાજનાથ સિંહના ટ્વિટ બાદ આવી હિંમત'

પીડિતાએ કહ્યુ કે, ‘રાજનાથ સિંહના ટ્વિટ બાદ તેનામાં હિંમત આવી. જ્યારે રાજનાથ સિંહે મારા માટે ટ્વિટ કર્યુ ત્યારે મારી અંદર બોલવાની હિંમત આવી. મને લાગ્યુ કે જો હું ચૂપ રહી તો આની સાથે આખી જિંદગી રહેવુ પડશે.' પીડિતાએ જણાવ્યુ કે પોલિસ તેને ઘણો સપોર્ટ કરી રહી છે અને તેમણે પીડિતાને કહ્યુ કે આરોપીને સજા જરૂર મળશે. તમને જણાવી દઈએ કે રોહિતના પિતા એએસઆઈ પિતા અશોક તોમર પર પણ પોલિસે કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરી દીધા છે. અશોક તોમર પર પીડિતાના પરિવારને ધમકાવવાનો આરોપ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X