J&K માં 'લોકતંત્ર જરુરી અને મહત્વનુ છે', રાજ્ય નો દરજા માટેનો રોડ મેપ જણાવે કેન્દ્ર: SC
સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં ફરી રાજ્યનો દરજ્જો આપવા માટે રોડ મેપ જણાવો. આ પહેલા કેન્દ્ર સરકાર તરફથી સર્વોચ્ચ અદાલતને જણાવ્યુ હતુ કે, પ્રદેશને જે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. તે સ્થાયી નથી. તે થોડા સમયે માટે જ છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટેમાં અત્યારે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવા માટે દાખલ કરવામાઁ આવેલ અરજી પર સુનવણી પાંચ સંવિધાન પીઠ કરી રહી છે.
સુપ્રિમ કોર્ટે મંગળવારે સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારે જાણકારી આપી આપી હતી કે, જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાનો નિર્ણય સ્થાયી નહોતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતમાં કહ્યુ કે, જમ્મુ અને કાશ્મીરમાં ફરી રાજ્ય બનાવામાં આવશે. જ્યારે વાતાવરમ સામા્ન્ય થઇ જાય ત્યારે.
સુપ્રિમ કોર્ટે અત્યારે પાચ સભ્યો સંવિધાન પીઠ રાજ્યમા આર્ટિકલ 370 ખત્મ કરવા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવાના મોદી સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામા આવેલ તમામ અરજી પર સુનવણી ચાલી રહી છે. આ સંવિધાન પીઠની અધ્યક્ષતા ખુદ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
