For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર પર વરસ્યા મનમોહન સિંહ, કહ્યુ - નોટબંધી જેવા ખોટા નિર્ણયોના કારણે દેશમાં વધી બેરોજગારી

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. 'થિંક ટેંક' રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઑફ ડેવલપમેન્ટ સ્ટડીઝ દ્વારા ડિજિટલ માધ્યમથી આયોજિત એક વિકાસ સંમેલનનુ ઉદઘાટન કર્યા બાદ 'પ્રતીક્ષા 2030'ના કાર્યક્રમને સંબોધિત કરીને પૂર્વ પીએમે કહ્યુ કે દેશમાં હાલમાં બેરોજગારી ચરમ પર છે, જેની પાછળ કારણ વર્ષ 2016માં મોદી સરકાર તરફથી સમજ્યા વિચાર્યા વિના નોટબંધીના નિર્ણયને લાગુ કરવાનુ હતુ. મોદી સરકારના આ પગલાંને બેરોજગારી અને અસ્થિરરતાને જન્મ આપ્યો જેનાથી અસંગઠિત ક્ષેત્ર બરબાદ થઈ ગયુ.

ઋણ સંકટ પેદા થઈ શકે

ઋણ સંકટ પેદા થઈ શકે

એટલુ જ નહિ દેશના પૂર્વ પીએમે કહ્યુ કે દેશા નાણાકીય સંકટને છૂપાવવા માટે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક અસ્થાયી ઉપાય લાગુ કરી રહ્યા છે જેના કારણે ઋણ સંકટ પેદા થઈ શકે કે જે નાના અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને પ્રભાવિત કરશે જેને રોકવા તત્કાળ પ્રભાવથી ઘણુ જરૂરી છે નહિતર સ્થિતિ વધુ વિકટ થઈ જશે. તેમણે રાજ્ય સરકારોને સતત સંવાદ ન કરવા માટે પણ કેન્દ્ર સરકારની જોરદાર ટીકા કરી.

કોરોનાના કારણે અર્થવ્યવસ્થા ખૂબ જ સુસ્ત

કોરોનાના કારણે અર્થવ્યવસ્થા ખૂબ જ સુસ્ત

તમને જણાવી દઈએ કે આ સંમેલન ડિજિટલ હતુ જેનુ આયોજન એક દ્રષ્ટિ પત્ર રજૂ કરવા માટે કરવામાં આવ્યુ, જે કેરળમાં વિધાનસભા ચૂંટણીથી પહેલા રાજ્યના વિકાસ પર લેખા-જોખાના પ્રારુપને રજૂ કરવા માટે આયોજિત કરવામાં આવ્યુ હતુ. મનમોહન સિંહે કહ્યુ કે કેરળના સામાજિક માનદંડ ઉચ્ચ છે પરંતુ એવા અન્ય ક્ષેત્ર પણ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. કોરોનાના કારણે અર્થવ્યવસ્થા ખૂબ જ સસ્તી થઈ ગઈ છે જેની અસર કેરળ પર પડી છે. કેરળનુ પર્યટન ક્ષેત્ર પણ મહામારીના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. આઈટી ક્ષેત્ર ભલે ડિજિટલના કારણે ગ્રો કરી શકે છે પરંતુ બાકીના ક્ષેત્રો ખાસ કરીને પર્યટનને કોરોનાએ ઘણુ નુકશાન કર્યુ છે. તેનાથી બહાર નીકળવા માટે આપણે એક રણનીતિ હેઠળ કામ કરવુ પડશે.

નબળા વર્ગોની એક મોટી સંખ્યા ગરીબીમાં આવી શકે છે

નબળા વર્ગોની એક મોટી સંખ્યા ગરીબીમાં આવી શકે છે

મનમોહન સિંહે કહ્યુ કે આપણા સમાજના નબળા વર્ગોની એક સંખ્યા ગરીબીમાં આવી શકે છે. આ એક વિકાસશીલ દેશ માટે દુર્લભ ઘટના છે. ગંભીર બેરોજગારીના કારણે એક આખી પેઢી ખતમ થઈ શકે છે. સંકુચિત અર્થવ્યવસ્થાના કારણે નાણાકીય સંશાધનોમાં ઉણપના કારણે પોતાના બાળકોને ખવડાવવા અને ભણાવવાની આપણી ક્ષમતા પર પ્રતિકૂળ પ્રભાવ પાડી શકે છે. આર્થિક સંકોચનનો ઘાતક પ્રભાવ લાંબો અને ઉંડો છે. ખાસ કરીને ગરીબો પર, જેના પર ધ્યાન આપવુ ખૂબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહે આ વાતો થોડા સમય પહેલા બીબીસી સંવાદમાં પણ કહી હતી.

World Rich List 2021: દુનિયાના અમીરોમાં મુકેશ અંબાણી 8માંWorld Rich List 2021: દુનિયાના અમીરોમાં મુકેશ અંબાણી 8માં

English summary
Demonetisation decision resulted in high unemployment in India: Former PM Manmohansingh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X