For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધીને કારણે ખેડૂતોને નુકશાન નથી થયું: કૃષિ મંત્રી

કૃષિ મંત્રી રાધામોહન સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના મંત્રાલયે નોટબંધી વિરુદ્ધ કોઈ પણ નિવેદન નથી આપ્યું.

|
Google Oneindia Gujarati News

કૃષિ મંત્રી રાધામોહન સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના મંત્રાલયે નોટબંધી વિરુદ્ધ કોઈ પણ નિવેદન નથી આપ્યું. કૃષિ મંત્રી રાધામોહન સિંહ ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું છે કે નોટબંધીને કારણે ખાતર અને બિયારણના વેચાણ પર કોઈ જ પ્રભાવ નથી પડ્યો. આપને જણાવી દઈએ કે મીડિયામાં ખબર ચાલી હતી કે કૃષિ મંત્રાલયે માન્યું છે કે નોટબંધીને કારણે ખેડૂતો પર ખરાબ અસર પડી હતી. મંત્રાલય અનુસાર નોટબંધીને કારણે ખાતર અને બીજ ખરીદવા માટે પૈસાની સમસ્યા આવી હતી. પરંતુ હાલમાં જ કૃષિ મંત્રી રાધામોહન સિંહએ આ ખબરને પાયાવિહોણી ગણાવી છે.

આ પણ વાંચો: નોટબંધીનાં બે વર્ષ પૂર્ણ થવા પર મનમોહન સિંહે શું કહ્યું?

નોટબંધીને કારણે ખેડૂતો બરબાદ થયા

નોટબંધીને કારણે ખેડૂતો બરબાદ થયા

કૃષિ મંત્રી રાધામોહન સિંહ ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે 'કેટલીક મીડિયા ચેનલ અને સમાચાર પત્ર ખબર ચલાવી રહ્યા છે કે કૃષિ મંત્રાલયે સ્વીકાર કર્યું છે કે નોટબંધીને કારણે ખેડૂતો પ્રભાવિત થયા હતા અને કેશની ખોટને કારણે તેઓ ખાતર અને બિયારણ ખરીદી શકતા ના હતા, પરંતુ ખરેખર આ સમાચાર સત્યથી ઘણા દૂર છે.'

મોટાભાગના બીજનું વિતરણ થઇ ચૂક્યું હતું

મોટાભાગના બીજનું વિતરણ થઇ ચૂક્યું હતું

કૃષિ મંત્રી રાધામોહન સિંહ ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે 2016-17 દરમિયાન જયારે નોટબંધી થઇ હતી ત્યારે ઘઉં સિવાયના મોટાભાગના બીજનું વિતરણ થઇ ચૂક્યું હતું. ભારત સરકાર અને રાજ્ય સરકાર ઘ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો પણ સ્વીકાર કરવામાં આવશે. 2016-17 દરમિયાન રવિ સીઝનમાં બીજનું વિતરણ 348.58 લાખ ટન રહ્યું હતું, જે વર્ષ 2015-26 દરમિયાન 304.04 લાખ ટન કરતા વધારે હતું. તેવી પરિસ્થિતિમાં એવું કહી શકાય છે કે નોટબંધીને કારણે રવિ સીઝન પર કોઈ અસર નથી પડ્યો.

નરેન્દ્ર મોદીએ કરોડો ખેડૂતોને બરબાદ કરી નાખ્યા

નરેન્દ્ર મોદીએ કરોડો ખેડૂતોને બરબાદ કરી નાખ્યા

મોદીના મંત્રીએ નોટબંધીને એતિહાસિક અને સાહસિક પગલું ગણાવતા રાષ્ટ્ર હિત માટેનો નિર્ણય ગણાવ્યો. આપને જણાવી દઈએ કે મીડિયામાં ખબર ચાલી હતી કે કૃષિ મંત્રાલયે માન્યું છે કે નોટબંધીને કારણે ખેડૂતો પર ખરાબ અસર પડી હતી. પરંતુ કૃષિ મંત્રીએ આ ખબરનું ખંડન કર્યું છે. મીડિયામાં ચાલી રહેલી ખબર પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટવિટ કરીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરોડો ખેડૂતોને બરબાદ કરી નાખ્યા અને હવે તેમનું મંત્રાલય પણ આ વાત સ્વીકારી રહ્યું છે.

English summary
demonetisation Hurt Farmers, Ministry Told MP Panel. Not True, Says Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X