For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધીનાં બે વર્ષ પૂર્ણ થવા પર મનમોહન સિંહે શું કહ્યું?

નોટબંધીનાં બે વર્ષ પૂર્ણ થવા પર મનમોહન સિંહે શું કહ્યું?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજના દિવસે એટલે કે 8 નવેમ્બરે ઠીક બે વર્ષ પહેલા મોદી સરકારે એક હજાર અને 500 રૂપિયાની નોટો બંધ કરવાનું એલાન કર્યું હતું અને જૂની નોટોને બેંકોમાંથી બદલવાનો આદેશ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જે બાદ લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. મોદી સરકાર નોટબંધીને મોટી ઉપલબ્ધી ગણાવી રહ્યા છે, તો કોંગ્રેસે આને આર્થિક સમસ્યા જણાવતા આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે.

manmohan singh

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા મોદી સરકારનાં આ પગલાંને 'બીમાર સોચ' અને 'મનહૂસ' પગલું ગણાવ્યું. મનમોહન સિંહે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આજના દિવસે 2016માં નરેન્દ્ર મોદી સરકારે એક દુર્ભાગ્યપૂર્ણ ફેસલો લીધો હતો. જેનો ભારતીય અર્થવ્યવસ્થા અને સમાજ પર જે અસર પડી, તે હવે સામે આવી ચૂકી છે.

એમણે કહ્યું કે નોટબંધીએ દરેક ઉંમર, લિંગ, ધર્મ અને વ્યવસાયને પ્રભાવિત કર્યા છે. એમણે કહ્યું કે હંમેશા બોલવામાં આવે છે કે સમય બધા જ ઘાવ ભરી દે છે પરંતુ નોટબંધી એ ઘા છે જે સમયની સાથે વધુ ગંભીર થતો જઈ રહ્યો છે અને આનાં ખરાબ પરિણામ સામે આવી રહ્યાં છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે નોટબંધીથી જીડીપીમાં ઘટાડો જોવા મળ્યો છે, તેની વધુ અસર જોવા મળી છે, નાના અને મધ્યમ વર્ગના ધંધાને નોટબંધીએ બરબાદ કરી દીધો છે.

આ પણ વાંચો- કર્ણાટકની પેટાચૂંટણીમાં હાર બાદ ભાજપ ટેન્શનમાં, 282થી ઘટીને આટલી થઈ લોકસભા સીટ

English summary
two years of demonetisation: former pm manmohan singh attacks modi government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X