Cyclone Biparjoy: પોરબંદર પાસે બની રહ્યુ છે લો પ્રેશર ક્ષેત્ર, બનશે શક્તિશાળી વાવાઝોડુ, અપાયુ એલર્ટ

Cyclone Biparjoy: દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનુ જોખમ તોળાઈ રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગના અપડેટ મુજબ પોરબંદર પર દક્ષિણ-પૂર્વમાં નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે, જે આગામી 12 કલાકમાં શક્તિશાળી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

આજે સવારે 5.30 વાગે તે ગોવાથી 920 કિમી, મુંબઈથી 1,120 કિમી અને દક્ષિણ પોરબંદરથી 1,160 કિમી દૂર હતું અને હવે આ દબાણ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તેની તીવ્રતા સતત વધી રહી છે, તેથી IMDએ દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યુ છે.

Cyclone

જો કે તે કેટલું અસરકારક રહેશે અને તેની હિલચાલ ચોમાસાને અસર કરશે કે નહીં તે અંગે હવામાન વિભાગે સ્થિતિ સ્પષ્ટ કરી નથી, પરંતુ તેણે માત્ર એટલું જ કહ્યું છે કે ચક્રવાતી દબાણને કારણે ચોમાસું મોડું થયું છે. જો આ દબાણ સક્રિય વાવાઝોડામાં ફેરવાઈ જાય છે, તો આ સિઝનમાં અરબી સમુદ્રમાં સર્જાતું પ્રથમ ચક્રવાત હશે, જેને 'બિપરજોય' નામ આપવામાં આવશે, જે ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશને પણ અસર કરશે.

જેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે અને આ દરમિયાન ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. આ વખતે આ તોફાનનું નામ બાંગ્લાદેશે આપ્યું છે, જેનો બંગાળી ભાષામાં અર્થ થાય છે 'સુખ'. હાલમાં, હવામાન વિભાગ આ ચક્રવાત પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને તે તેની તીવ્રતા અનુસાર અપડેટ્સ જાહેર રાખશે, હાલમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા અધિકારીઓને એલર્ટ મોડમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચતું હતું પરંતુ આ વખતે મોડું થઈ ગયું છે. હવામાન વિભાગે અગાઉ કહ્યું હતું કે તે 4 જૂને કેરળ પહોંચશે, પરંતુ હવે તેણે ચાર દિવસનો એરર માર્જિન રાખ્યો છે, જે મુજબ ચોમાસું 8 જૂનની નજીક અહીં પ્રવેશ કરશે, પરંતુ હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે ત્રણ દિવસનું એરર માર્જિન રાખ્યુ છે. જે મુજબ ચોમાસું 7 જૂને કેરળ પહોંચવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X