લખીમપુર જઈ રહેલા સિદ્ધુની કાર્યકરો સાથે હરિયાણા-યુપી બોર્ડર પર અટકાયત!
નવજોત સિંહ સિદ્ધુના નેતૃત્વમાં લખીમપુર ખેરી તરફ કૂચ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોની હરિયાણા-યુપી સરહદ પર અટકાયત કરવામાં આવી છે.
ચંદીગઢ, 7 ઓક્ટોબર : નવજોત સિંહ સિદ્ધુના નેતૃત્વમાં લખીમપુર ખેરી તરફ કૂચ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોની હરિયાણા-યુપી સરહદ પર અટકાયત કરવામાં આવી છે. યુપીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા સિદ્ધુ સહિત કાર્યકરોને યમુના નગર(હરિયાણા)-સહારનપુર (યુપી) બોર્ડર પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ કુચ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, જો કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ભૂખ હડતાલ પર ઉતરશે. નવજોત સિંહ સિદ્ધુનો કાફલો લખીમપુર ખીરી જવા રવાના થયો છે. આ કાફલામાં પંજાબ કોંગ્રેસના લગભગ તમામ મોટા નેતાઓ સામેલ છે.
સિદ્ધુ સાથે સેંકડો વાહનોનો કાફલો અને કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો છે. હાલ અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ FIR બહરાઇચના જગજીત સિંહે નોંધાવી છે. FIR અનુસાર આશિષ એ કારમાં બેઠો હતો, જેણે ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ ઉપરાંત આશિષ પર ગોળીબાર કરવાનો પણ આરોપ છે. દિવસની શરૂઆતમાં પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રમુખે પાર્ટી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરવા બદલ ઉત્તર પ્રદેશ પોલીસની ઝાટકણી કાઢી હતી અને તેના પર બંધારણની ભાવનાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
મોહાલીના એરપોર્ટ લાઈટ પોઈન્ટથી આ પદયાત્રા શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે મંગળવારે સિદ્ધુએ કહ્યું હતું કે, જો ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રા સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ એક માર્ચ કાઢશે.












Click it and Unblock the Notifications
