મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉલટફેર, ફડણવીસ ફરીથી બન્યા મુખ્યમંત્રી, અજિત પવાર ડેપ્યુટી CM

છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે શનિવારે એક મોટો રાજકીય ટ્વિસ્ટ જોવા મળ્યો જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે શનિવારે એક મોટો રાજકીય ટ્વિસ્ટ જોવા મળ્યો જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીઓ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. જ્યારે અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા.

ખિચડી નહિ પરંતુ એક સ્થાયી સરકાર જોઈતી હતીઃ ફડણવીસ

વળી, શપથ લીધા બાદ સીએમ ફડણવીસે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતાને એક ખિચડી નહિ પરંતુ એક સ્થાયી સરકાર જોઈતી હતી. તેમણે કહ્યુ કે જનતાએ પાર્ટીને એક સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો પરંતુ સાથી શિવસેનાએ બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યુ. શરદ પવારના ભત્રીજા અજિત પવાર રાજ્યના ઉપ મુખ્યમંત્રી બની ગયા છે. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસના સીએમ બન્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે.

અજીત પવાર બન્યા ડેપ્યુટી સીએમ

આ પહેલા કાલે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની બેઠકમાંથી બહાર નીકળેલા એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ હતુ કે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. વળી, ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે હજુ વધુ બેઠકો થશે. પરંતુ અચાનક શનિવારે આવી રાજકીય ઉલટફેરની આશા કોઈએ નહિ કરી હોય કારણકે એ માનવામાં આવી રહ્યુ હતુ કે બધુ આ ત્રણે પક્ષો વચ્ચે ફાઈનલ થઈ ચૂક્યુ છે.

ઘણા દિવસોથી એનસીપી-કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ચાલી રહી હતી વાતચીત

ઘણા દિવસોથી એનસીપી-કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ચાલી રહી હતી વાતચીત

શિવસેના અને ભાજપે મહારાષ્ટ્રમાં મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી પરિણામ આવ્યા બાદ આ ગઠબંધનને બહુમત પણ મળ્યા પરંતુ શિવસેનાએ ભાજપ સામે મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યુલા આપ્યો જેના પર સંમતિ બની નહિ. ભાજપનુ કહેવુ હતુ કે એવી કોઈ ડીલ થઈ નહોતી જ્યારે શિવસેનાઓ આના માટે મોરચો ખોલી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X