Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અજીત પવાર અને સીએમ ફડણવીસે મોડી રાતે બંધ રૂમમાં કરી બેઠક, પછી કર્યુ આ ટ્વિટ

રાજકીય ઉથલપાથલ વચ્ચે રવિવારે મોડી રાતે એનસીપી નેતા અને ઉપ મુખ્યમંત્રી અજીત પવાર અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બંધ રૂમમાં મુલાકાત કરી છે.

મહારાષ્ટ્રમાં ભાજપને આશા છે કે તે ખૂબ સરળતાથી ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરી દેશે. વળી, એનસીપીએ દાવો કર્યો છે કે તેની પાસે 51 ધારાસભ્યોનુ સમર્થન છે અને ભાજપ બહુમત સાબિત નહિ કરી શકે. આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે અને રાજકીય ઉથલપાથલ વચ્ચે રવિવારે મોડી રાતે એનસીપી નેતા અને ઉપ મુખ્યમંત્રી અજીત પવાર અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બંધ રૂમમાં મુલાકાત કરી છે.

અજીત પવાર અને સીએમ ફડણવીસે કરી મોડી રાતે બંધ રૂમમાં મુલાકાત

અજીત પવાર અને સીએમ ફડણવીસે કરી મોડી રાતે બંધ રૂમમાં મુલાકાત

સીએમ આવાસ પર થયેલી આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટિલ, વિનોદ તાવડે અને ગિરીશ મહાજન પણ શામેલ થયા. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજીત પવાર વચ્ચે પહેલી બેઠક હતી. બંને નેતાઓની આ મુલાકાત લગભગ એક કલાક ચાલી.

ખેડૂતોની સમસ્યાઓ વિશે થઈ હતી આ બેઠક

આ બેઠક બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મોડી રાતે કરાયેલ ટ્વિટમાં કહેવામાં આવ્યુ છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજીત પવારે આજે મુલાકાત કરી અને કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને વધુ મદદના વિવિધ ઉપાયો પર ચર્ચા કરી છે. આ મુદ્દે મુખ્ય સચિવ અને નાણાં સચિવ સાથે વધુ ચર્ચા કરવામાં આવશે.

દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની સાથે સરકાર બનવાથી લોકો ખુશ છેઃ ભાજપ

દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની સાથે સરકાર બનવાથી લોકો ખુશ છેઃ ભાજપ

હાલમાં આ મુલાકાતથી રાજકીય ગલીઓમાં ઘણી હલચલ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મુંબઈમાં ભાજપની બેઠક બાદ ભાજપે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે મહારાષ્ટ્રની જનતાને બહુમત આપ્યો હતો પરંતુ શિવસેનાએ જનાદેશનુ અપમાન કર્યુ છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ લોકોમાં આનંદનો માહોલ છે અને અમે બહુમત સાબિત કરવામાં સફળ થઈશુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X