ગોપનિય રીતે ભુલ્લરને આપવામાં આવી શકે છે ફાંસી?

અફજલ ગુરૂ અને આમિર અજમલ કસાબની ફાંસી બાદ સરકાર માટે આ મોટો પડકાર છે તે ભુલ્લરની ફાંસીને કયા પ્રકારે આપે છે, આ દરમિયાન ખાલિસ્તાની આતંકવાદી દેવિન્દર પાલ સિંહ ભુલ્લરની મોતની સજા ઘટાડવાની તેની અરજી સુપ્રિમ કોર્ટમાં નકારી કાઢ્યા બાદ અકાળી દળ (શિઅદ) પુનરીક્ષણ અરજી દાખલ કરવા માટે વિચાર કરી રહ્યો છે.
સુપ્રિમ કોર્ટે 12 એપ્રિલના રોજ ખાલિસ્તાન લિબરેશન ફોર્સના આતંકવાદીની અરજીને નકારી કાઢી હતી જેમાં તેને દયા અરજીમાં મોડું થવાનો હવાલો આપીને મોતની સજાને આજીવન કારાવાસમાં ફેરવાની માંગણી કરી હતી.
ભુલ્લરને સપ્ટેમ્બર 1993માં બોમ્બ વિસ્ફોટ કરી નવ લોકોની હત્યા કરવાના અને યુથ કોંગ્રેસના અધ્યક્ષ એમ. એસ. બિટ્ટા સહિત 25 લોકોને ઇજા પહોંચાડવાના ગુનામાં મોતની સજા સંભળાવી હતી.












Click it and Unblock the Notifications
