For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું હતા ઢાકા હુમલામાં મૃત્યુ પામેલી તારીષિ જૈનના છેલ્લા શબ્દો

|
Google Oneindia Gujarati News

ઢાકા આંતકી હુમલામાં મૃત્યુ પામેલ ભારતીય મૂળની 19 વર્ષીય તારિષી જૈનના પાર્થિવ દેહનું આજે ગુડગાંવમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બપોરે ઢાકાથી તેના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે અને તે બાદ સાંજે તેનું અંતિમ સંસ્કાર ગુડગાંવમાં થશે. નોંધનીય છે કે પહેલા તેનો અંતિમ સંસ્કાર યુપીના ફિરોઝાબાદમાં થવાનો હતો પણ ત્યાં સુધી પહોંચવામાં સમય લાગતા છેવટે ગુડગાંવમાં અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે શુક્રવારે તારિષી તેના બાંગ્લાદેશી મિત્ર ફરાઝ હુસૈન અઆને તેના અમેરીકી મિત્ર અંબિતા કબીર સાથે રોઝા ઇફતાર પછી જે કૈફે ગઇ હતી ત્યાં આંતકી હુમલો થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ આંતકીઓએ ફરાઝને બાંગ્લાદેશી હોવાના કારણે છોડી મૂક્યો હતો પણ ફરાઝ અંતિમ સમય સુધી તેના મિત્રો સાથે રહેવાનો નિર્ધાર કર્યા હતો જે બાદ તે ત્રણેયને ગળું કાપીને મારવામાં આવ્યા હતા. ત્યારે શું હતા તારીષાના છેલ્લા શબ્દો જાણો અહીં....

હિંદુ મિત્રનો સાથ ના છોડ્યો

હિંદુ મિત્રનો સાથ ના છોડ્યો

પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ તારીષી જૈનના મિત્ર ફરાઝ હુસૈનને આંતકીઓએ બાંગ્લાદેશી હોવાની જાણીને મુક્ત કર્યો હતો પણ ફરાઝ તેના ભારતીય અને અમેરિકી મિત્રોને આ વિકટ પરિસ્થિતીમાં એકલો છોડવામાં બદલે સાથે જ મોતને વ્હાલું કરવાનું નક્કી કર્યું.

તારિષીની બોડી પર નિશાન

તારિષીની બોડી પર નિશાન

પ્રાપ્ત માહિતી મુજબ તારિષીની બોડી પર અનેક નાની મોટી ઇજાઓના નિશાન છે જે બતાવે છે કે મૃત્યુ પહેલા આંતકીઓએ તેની જોડે માર-પીટ કરી હતી.

આ રજા છેલ્લી રજા બની ગઇ

આ રજા છેલ્લી રજા બની ગઇ

તારિષી જૈન બાંગ્લાદેશમાં રજા માણવા આવી હતી. તેને કૈલિફોર્નિયાની બર્કલ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું હતું. તેના માતા-પિતા પાછલા 10 વર્ષથી બાંગ્લાદેશમાં રહેતા હતા. જ્યાં તે કપડાનો વેપાર કરતા હતા.

શું હતા છેલ્લા શબ્દો?

શું હતા છેલ્લા શબ્દો?

તારિષીએ આતંકી હુમલા વખતે પહેલા પોતાના કાકાને ફોન કરી ફાયરિંગ અને આતંકી હુમલા વિષે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું. જે બાદ તેણે પોતાના પિતાને ફોન કરીને તે પોતાના મિત્રો સાથે ટોયલેટમાં છુપાઇ છે અને આંતકીઓ બધાને એક પછી એક મારી રહ્યા છે તે વિષે જણાવ્યું હતું.

English summary
Tarishi Jain Funeral Will Be Done In Gurgaon today evening, The UC Berkeley student was among the 20 hostages killed in the Dhaka attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X