For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરુ

મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી.

|
Google Oneindia Gujarati News

Dhirubhai Ambani School Bomb Threat: મુંબઈમાં બીકેસીમાં સ્થિત ધીરુભાઈ અંબાણી સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલના લેન્ડલાઈન નંબર પર મંગળવારની સાંજે 4.30 વાગે એક વ્યક્તિએ કૉલ કરીને કહ્યુ કે મે તમારી સ્કૂલમાં ટાઈમ બૉમ્બ લગાવ્યો છે. સ્કૂલની ફરિયાદ પર બીકેસી પોલીસે અજ્ઞાત કૉલર સામે કેસ નોંધીને તપાસ શરુ કરી છે.

threat call

અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને દાવો કર્યો હતો કે તેણે સ્કૂલમાં ટાઈમ બૉમ્બ લગાવ્યો છે. આટલુ કહીને તેણે તરત જ ફોન કટ કરી દીધો હતો. ફોન બાદ સ્કૂલમાં અફડા-તફડીનો માહોલ થઈ ગયો હતો. સ્કૂલ પ્રશાસને સ્થાનિક પોલીસને આ અંગે ત્વરિત માહિતી આપી હતી. સ્કૂલની ફરિયાદ પર બીકેસી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આઈપીસીની કલમ 505(1) (બી) અને 506 હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી દીધી છે. આ દરમિયાન મુંબઈ પોલીસે કહ્યુ કે તેણે અજ્ઞાત કૉલરની શોધી લીધો છે અને તે ટૂંક સમયમાં આરોપીને પકડી લેશે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં એક ધમકીભર્યો કૉલ આવ્યો હતો. જેમાં અજ્ઞાત કૉલરે હૉસ્પિટલને ઉડાવવા અને અંબાણી પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી.

English summary
Dhirubhai Ambani school of Mumbai gets threat call
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X