For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પૉટ ફિક્સિંગ: ''શ્રીસંતને ધોની અને હરભજને ફસાવ્યો છે''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 મે: ભારતીય ક્રિકેટર શ્રીસંતના પિતાએ સ્પૉટ ફિક્સિંગમાં ફસાવવા માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને બોલર હરભજન સિંહને જવાબદાર ગણાવ્યા છે. તેમને એક લોકલ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોનીએ શ્રીસંતની કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી માટે તેને જાણી જોઇને મેચ ફિક્સિંગના આરોપમાં ફસાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્પૉટ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટર શ્રીસંતની ધરપકડ કરવામાં આવી છે. તથા બીસીઆઇએ શ્રીસંતને સસ્પેંડ કરી દિધો છે. દિલ્હી પોલીસે શ્રીસંતને મુંબઇથી ઝડપી પાડ્યો હતો. આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સના અન્ય બે ખેલાડી અંકિત ચૌહાણ અને અંજિત ચંડાલિયાને પણ આ મુદ્દે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. તેમના વિરૂદ્ધ છેતરપિંડી અને કાવતરું ઘડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

s-sreesanth

આ સાથે જ આઇપીએલમાંથી શ્રીસંત સહિત ત્રણેય ખેલાડીઓને સસ્પેંડ કરી દિધા છે. તપાસ પુરી થવા સુધી ત્રણેય ખેલાડીઓને સસ્પેંડ કરવામાં આવ્યાં છે. આનો અર્થ એવો નથી કે આ ત્રણેય ખેલાડીઓ હવે આઇપીએલ-6 કદાચ જ રમી શકશે.

English summary
Sreesanth’s father has alleged that Indian captain MS Dhoni and Harbhajan Singh are responsible for Sreesanth’s arrest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X