For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલસા કૌભાંડઃ સરકારના ઇશારે બદલાવાયો CBI નો સ્ટેટસ રિપોર્ટ?

By Super
|
Google Oneindia Gujarati News

Coal-scam
નવી દિલ્હી, 13 એપ્રિલઃ કરોડો રૂપિયાના કોલસા કૌભાંડની સીબીઆઇની તપાસ પર નવો વિવાદ ઉભો થયો છે. અંગ્રેજી સમાચારપત્ર ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ અનુસાર ગત મહિને સુપ્રીમ કોર્ટમાં સ્ટેટ્સ રિપોર્ટ આપતા પહેલાં સીબીઆઇએ કાયદામંત્રી અશ્વિની કુમાર અને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે બેઠક કરી હતી. અખબારના આ અહેવાલ બાદ વિપક્ષે જોરદાર તીખી પ્રતિક્રિયાઓ આપી છે.

અખબારમાં જણાવ્યા પ્રમાણે કાયદામંત્રી સાતે સીબીઆઇના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં આ રિપોર્ટમાં ઘણા સંશોધન સુઝાવ આપવામાં આવ્યા હતા અને સીબીઆઇએ તેને માની લીધા હતા. અખબારમાં જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં સીબીઆઇના નિદેશક રંજીત સિન્હા પણ ઉપસ્થિત હતા.

સીબીઆઇના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પ્રધાનમંત્રી કાર્યાલાયના અધિકારીએ પણ રિપોર્ટની તપાસ કરી હતી. 8 માર્ચે સુપ્રિમ કોર્ટને સોંપવામાં આવેલા રિપોર્ટમાં સીબીઆઇનું વલણ સરકારના વલણ કરતા અલગ હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 2006થી 2009 દરમિયાન કોલસા ખાણોની ફાળવણીમાં ગોટાળા થયા હતા. કંપનીઓની વિશ્વસનિયતા ચકાસ્યા વગર તેમને ખાણોની ફાળવણી કરવામાં આવી હતી.

ભાજપે તેના પર તીખી પ્રતિક્રિયા આપી છે. લોકસભામાં વિપક્ષ નેતા સુષમા સ્વરાજે ટ્વિટર પર કહ્યું કે આ ગંભીર મામલો છે અને પ્રધાનમંત્રીને બચાવવા માટે સીબીઆઇ તેના પર દબાણ કરવામાં આવ્યું હોવાના પુરાવા છે. રાજ્યસભામાં વિપક્ષ નેતા અરુણ જેટલીએ પણ આ મામલે સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે અને આ કૌભાંડની તપાસ વિશેષ તપાસ દળ(એસઆઇટી) દ્વારા કરાવવાની માંગ કરી છે. જેટલીએ કહ્યું કે, યુપીએ એક દુષ્ટ સરકાર છે. જે સીબીઆઇને સ્વતંત્ર રીતે કામ નથી કરવા દેતી.

English summary
Sushma Swaraj, the senior BJP leader and Leader of Opposition in the Lok Sabha, on Saturday accused the UPA government of pressurising the CBI to save Prime Minister Manmohan Singh in the coal blocks allocation scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X