મોદી-શાહે શેર ખરીદવાની સલાહ મોટુ કૌભાંડ, રાહુલ ગાંધીએ JPC ની માગ કરી
નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી તેના લોકશાહી વિરોધી આચરણ અને કંપનીઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કરવા માટે બદનામ છે. હવે આ ચૂંટણીમાં તેમના પર મોટા ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.
લોકસભા ચૂંટણી પુરી થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શેરબજારમાં કડાકાને લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર મોટો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે, ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી અને કહ્યું હતું કે શેરબજાર ઝડપથી ઉપર જશે અને લોકોએ શેર ખરીદવા જોઈએ. 1 જૂનના રોજ મીડિયા ખોટા એક્ઝિટ જાહેર કરે છે. ભાજપના આંતરિક સર્વેમાં 220 બેઠકો આવી રહી હતી, એજન્સીઓએ 3 જૂને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો કે, પીએમએ જનતાને રોકાણ કરવાની સલાહ કેમ આપી? અમિત શાહે લોકોને શેર ખરીદવાનું કેમ કહ્યું? ભાજપ અને આ વિદેશી રોકાણકારો વચ્ચે કોઈ જોડાણ છે? અમે જેપીસી દ્વારા નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભૂમિકાની તપાસની માંગ કરીએ છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મામલો ઘણો મોટો છે. તે અદાણી સાથે સંબંધિત છે, પરંતુ તે ઘણો મોટો મુદ્દો છે. તે સીધો વડાપ્રધાન સાથે સંબંધિત છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આમાં ભાજપના સૌથી મોટા નેતાઓએ રિટેલ રોકાણકારોને આ સંદેશ આપ્યો છે કે તમે શેરો ખરીદો. તેમની પાસે માહિતી હતી કે એક્ઝિટ પોલ ખોટા છે અને ભાજપને બહુમતી મળવાની નથી, તેથી તેઓએ આ કર્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે 30 લાખ કરોડનું નુકસાન થયું છે અને સત્તામાં રહેલા લોકોને ફાયદો થયો છે, તેથી અમે જેપીસી તપાસની માંગ કરીએ છીએ.












Click it and Unblock the Notifications
