યોગ દિવસ પર આવી પ્રતિક્રિયાની કલ્પના નહતી કરી: પીએમ મોદી
21 જૂને આંતરાષ્ટ્રિય યોગ દિવસ છે. જેને સફળતા પૂર્વક મનાવવા માટે હાલ સમગ્ર વિશ્વ તૈયારીઓ કરી રહ્યો છે. આ દિવસના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેયર કરીને યોગ વિષે કેટલીક ખાસ વાતો કરી છે.
પીએમ મોદીએ કહ્યું કે તેમની આંતરાષ્ટ્રિય યોગ દિવસ મનાવવાની આ અપીલને વિશ્વભરમાં આટલો સારો પ્રતિસાદ મળશે તેની તેમને બિલકુલ આશા નહતી. નોંધનીય છે કે મોદીની આ અપીલ બાદ જ સંયુક્ત રાષ્ટ્રએ ગત વર્ષે 21 જૂનને આંતરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો હતો. જેને વિશ્વભરમાં સમર્થન મળ્યું હતું.

મોદીએ કહ્યું કે બીજા આંતરાષ્ટ્રીય યોગ દિવસને સંબોધિત કરતા તેમને ભારે ખુશી થઇ રહી છે. આ એક મહાન અને નવતર અવસર છે જે દ્વારા પોતાના સ્વાસ્થની સાથે ભારતીય પરંપરા અને ઓળખને વિશ્વના લોકો સાથે મળીને ઉજવવામાં આવી રહ્યો છે.
ત્યાં પીએમ મોદીનો આ વીડિયો જુઓ અહીં...












Click it and Unblock the Notifications
