રેકોર્ડ સ્તરે પહોંચી ડીઝલની કિંમત, પેટ્રોલ પણ થયું મોંઘુ

Written By:
Subscribe to Oneindia News

એક તરફ સરકાર દાવો કરી રહી છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવો વ્યાજબી છે,પરંતુ હકીકત કઇંક અલગ જ છે. દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે(10 જાન્યુઆરી)ના રોજ ડીઝલનો ભાવ વધીને 60.66 રૂપિયા વધ્યો હતો. પેટ્રોલના ભાવમાં 70.53 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે. અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, તેલના ભાવ વધવાનું કારણ એ છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ વધી રહ્યાં છે.

રાજ્ય સરકારની જવાબદારી

રાજ્ય સરકારની જવાબદારી

કહેવાઇ રહ્યું છે કે, વર્ષ 2015ના મે માસ બાદ વર્તમાન સમયમાં કાચા તેલના ભાવ ઉચ્ચતમ સ્તરે છે, જે બેરલ દીઠ 68 ડોલર છે. દેશના 4 મહાનગરો દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નાઇમાં ડીઝલના ભાવ 3 ઓક્ટોબર, 2017 બાદ સૌથી વધુ છે. આ મામલે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે, હવે લોકોને રાહત પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારોની છે.

રાજ્ય સરકારો પણ ટેક્સ લગાવે છે

રાજ્ય સરકારો પણ ટેક્સ લગાવે છે

ધર્મેન્દ્ર પ્રધાને આગળ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલ પર માત્ર કેન્દ્ર સરકાર ટેક્સ નથી લગાવતી, રાજ્ય સરકારો પણ ટેક્સ લગાવે છે. કેન્દ્ર સરકારે લિટર દીઠ 2 રૂ. એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી છે, હવે સમય છે કે, રાજ્ય સરકારો પણ વેટ ઓછો કરી લોકોને રાહત આપે. ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડે 3 ઓક્ટોબરના રોજ વેટમાં ઘટાડો કર્યો હતો, પરંતુ અન્ય રાજ્ય સરકારોએ આમ કરવાની ના પાડી હતી.

સરકારનું અનુમાન હતું કે...

સરકારનું અનુમાન હતું કે...

આ પહેલાં સરકારે અનુમાન લગાવ્યું હતું કે, કાચા તેલની કિંમત બેરલ દીઠ 55 ડોલર રહેશે, પરંતુ ડિસેમ્બર સુધીમાં કિંમતમાં ઘણો વધારો થયો હતો, જો આ વર્ષે પણ આ કિંમતમાં ઘટાડો નહીં થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ વધારો થઇ શકે છે. વર્ષ 2014થી કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો થયો છે, પરંતુ સામાન્ય લોકોને આનો કોઇ લાભ નથી મળ્યો. હવે જે કાચા તેલની કિંમતમાં વધારો થવાનું જે અનુમાન લગાવાઇ રહ્યું છે, એનો ભાર સામાન્ય લોકો પર પડે એવી શક્યતા છે. સતત વધતી તેલની કિંમતોને પરિણામે પેટ્રોલનો ભાવ 80 રૂ. સુધી જઇ શકે છે.

એક્સાઇઝ ડ્યૂટી

એક્સાઇઝ ડ્યૂટી

કેન્દ્ર સરકે ઓક્ટોબરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા માટે એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી, પરંતુ હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત ખૂબ વધી ગઇ છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત રૂપિયા70 અને ડીઝલની કિંમત 61 રૂપિયા પર પહોંચી છે. હવે જે રીતે કાચા તેલની કિંમતો વધી રહી છે, એને કારણે કિંમતો ઘટવાની જગ્યાએ વધશે.

English summary
Diesel price breaks record in Delhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.