ગાંધી નિર્વાણ દિવસ: બંદે મેં થા દમ, વંદેમાતરમ...
નવી દિલ્હી, 30 જાન્યુઆરી: આજે 30મી જાન્યુઆરી. જેને આપણે ગાંધી નિર્વાણ દિવસ તરીકે પણ જાણીએ છીએ. પરંતુ આજના દિવસે દેશનું ઘણું બધું લુંટાઇ ગયું હતું. દેશને જ નહીં સમગ્ર દુનિયાને અંહિસાના પાઠ શીખવનાર મહાન આત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની આજ રોજ 1948માં હત્યા કરી દેવામાં આવી હતી. બાપુ અહિંસાના પુજારી હતા, તેમણે અને તેમની શીખ આજે પણ આપણી વચ્ચે જીવીત છે અને રહેશે.
ગાંધીજી વિશે થોડુંક
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.
Paid tributes to Mahatma Gandhi at Rajghat. pic.twitter.com/vucMRYMMMr
— Narendra Modi (@narendramodi) January 30, 2015
ગાંધીજીની હત્યા
ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ સળગતી બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને 1948ની 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડ્સેએ ગાંધીજીને ગોળીએ દીધા. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો, ખરેખર આપણે હિન્દનો એક હિરલો ગુમાવ્યો.
રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ...
આજે દેશના તમામ નાના મોટા રાજકારણીઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિતના નેતાઓએ રાજઘાટ પર જઇને બાપુને શ્રંદ્ધાંજલિ આર્પી હતી.
આવો તસવીરોમાં જોઇએ કોણે કોણે આપી બાપુને શ્રદ્ધાંજલિ...

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ નિર્વાણ દિવસ પર બાપુને આપી શ્રદ્ધાંજલિ

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ નિર્વાણ દિવસ પર બાપુને આપી શ્રદ્ધાંજલિ

સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ નિર્વાણ દિવસ પર બાપુને આપી શ્રદ્ધાંજલિ

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ નિર્વાણ દિવસ પર બાપુને આપી શ્રદ્ધાંજલિ

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ નિર્વાણ દિવસ પર બાપુને આપી શ્રદ્ધાંજલિ

પ્રણવ મુખર્જી
પ્રણવ મુખર્જીએ નિર્વાણ દિવસ પર બાપુને આપી શ્રદ્ધાંજલિ

|
ગાંધી નિર્વાણ દિવસ પર બાપુને શ્રદ્ધાંજલિ
ગાંધી નિર્વાણ દિવસ પર બાપુને શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો