ભાજપ દલાલો અને કાળાબજારીઓની પાર્ટી છે: દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહે બાબા રામદેવ દ્રારા ભગત સિંહની તુલના અજમલ કસાબ સાથે તથા ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરી દ્રારા સ્વામી વિવેકાનંદની તુલના દાઉદ ઇબ્રાહિમ સાથે કરવામાં આવી હોવાની વાતની મજાક ઉડાવી હતી. દિગ્વિજય સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભાજપ દલાલોની પાર્ટી છે અને ઉદ્યોગપતિઓ સાથે તેમની સાંઠગાંઠ છે.
તો બીજી તરફ દિગ્વિજય સિંહને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે હાલમાં તેમના નાના ભાઇ લક્ષ્મણ સિંહ સાથે મુલાકાત કરી છે, શું તે કોંગ્રેસમાં જોડાઇ શકે છે, દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આવું શક્ય હોત તો મને ખુશી થાત. અત્રે ઉલ્લેખનીય છે કે દિગ્વિજયનો પુત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂક્યો છે.












Click it and Unblock the Notifications
