હિંદુ આતંકી ગતિવિધિઓમાં પકડાતા લોકોનો આરએસએસ સાથે સંબંધ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પોતાના નિવેદનના કારણે વિવાદમાં ફસાયા છે. આ વખતે તેમણે આરએસએસ પર મોટો હુમલો કરતા કહ્યુ છે કે જે પણ હિંદુ આતંકી ગતિવિધિઓમાં પકડાય છે તેમનો સંબંધ આરએસએસ સાથે હોય છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ ફરીથી એક વાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં ફસાયા છે. આ વખતે તેમણે આરએસએસ પર મોટો હુમલો કરતા કહ્યુ છે કે જે પણ હિંદુ આતંકી ગતિવિધિઓમાં પકડાય છે તેમનો સંબંધ આરએસએસ સાથે હોય છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન બોલતા દિગ્વિજય સિંહે કહ્યુ કે નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી અને તે પણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ભાગ હતો.

સંઘ નફરત ફેલાવે છે

સંઘ નફરત ફેલાવે છે

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશની આગામી ચૂંટણીના કારણે કોંગ્રેસ રાજ્યમાં એકતા યાત્રા કાઢી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત આયોજિત કાર્યક્રમ દરમિયાન બોલતા દિગ્વિજય સિંહે આરએસએસ પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે કહ્યુ કે આરએસએસની વિચારધારા નફરત ફેલાવે છે. નફરતથી હિંસા ફેલાય છે કે જે આતંકવાદને જન્મ આપે છે. આ પહેલા દિગ્વિજય સિંહે જણાવ્યુ હતુ કે જ્યારે પણ તે રાઈટ વિંગના આતંકવાદ વિશે બોલે છે ત્યારે તે સંઘના આતંકવાદ પર બોલે છે નહિ કે હિંદુ આતંકવાદ પર.

આ પહેલા સંઘને ગણાવ્યુ હતુ આતંકી હુમલાનું સૂત્રધાર

આ પહેલા સંઘને ગણાવ્યુ હતુ આતંકી હુમલાનું સૂત્રધાર

આ પહેલા દિગ્વિજય સિંહે કહ્યુ હતુ કે, સંઘ વિચારધારાથી પ્રભાવિત લોકો દ્વ્રારા દેશમાં બોમ્બ વિસ્ફોટની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. પછી ભલે તે માલેગાંવ વિસ્ફોટ, મક્કા મસ્જિદ વિસ્ફોટ, સમજોતા એક્સપ્રેસ કે દરગાહ શરીફમાં વિસ્ફોટ હોય. આ સંગઠન હિંસા અને ઘૃણાનો પ્રચાર કરે છે. લોકો મારા પર મુસલમાનોના પક્ષકાર હોવાનો આરોપ લગાવે છે અને હિંદુ વિરોધી ગણાવે છે. હું પૂછવા ઈચ્છુ છુ કે ભાજપમાં એક પણ નેતા હોય જેણે નર્મદા, ઓમકારેશ્વર અને ગોવર્ધન પરિક્રમા કરી હોય કે એકાદશી વ્રત કર્યા હોય. તેમણે કહ્યુ કે મે જેટલી પણ ધાર્મિક યાત્રાઓ કરી છે અને હિંદુ ધર્મનું પાલન કર્યુ તેટલુ ભાજપના એક પણ નેતાએ નહિ કર્યુ હોય.

સલમાન ખુરશીદે કર્યુ સમર્થન

સલમાન ખુરશીદે કર્યુ સમર્થન

વળી, દિગ્વિજય સિંહના નિવેદન પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદે કહ્યુ કે વૈચારિક રીતે દિગ્વિજય સિંહ પાસે બહુ મજબૂત વિચાર છે. તેમણે અલ્પસંખ્યક કટ્ટરપંથીઓનો વિરોધ કર્યો છે અને કહ્યુ છે કે દરેક પ્રકારની કટ્ટરપંથી ખરાબ છે. આપણે તેને જનરલાઈઝ કરવાના બદલે એ કહેવુ જોઈએ જે તેમણે કહ્યુ છે અને વિચારવુ જોઈએ કે તે કોઈ એક સમુદાય સામે કહી રહ્યા છે કે સંગઠનની સામે કહી રહ્યા છે.

મારાથી મોટો હિંદુ કોઈ ભાજપ નેતા નથી

મારાથી મોટો હિંદુ કોઈ ભાજપ નેતા નથી

હાલમાં જ દિગ્વિજય સિંહે નર્મદા પરિક્રમા પૂરી કરી છે કે જે એક ધાર્મિક યાત્રા હતી. તે મધ્યપ્રદેશમાં બે દિવસ સુધી ચાલી હતી. આનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે હું ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાથી મોટો હિંદુ છું. તમને જણાવી દઈએ કે કોંગ્રેસની રાજ્યભરમાં ચાલી રહેલી એકતા યાત્રા 30 ઓગસ્ટ સુધીમાં પૂરી થઈ શકે છે. આ યાત્રા દરમિયાન દિગ્વિજય સિંહ સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતા એકબીજા વચ્ચેના મતભેદો ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે જેથી આગામી વર્ષે અહીં થનારી વિધાનસભા ચૂંટણીમાં પક્ષ એકવાર ફરીથી સત્તા પાછી મેળવવામાં સફળ રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X