For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્વિજયના 27 પ્રશ્નો સામે કેજરીવાલ મૌન

By Super
|
Google Oneindia Gujarati News

digvijay-singh
નવીદિલ્હી, 20 ઑક્ટોબરઃ દિગ્વિજય સિંહે કેજરીવાલને પોતાના પ્રશ્નોનો મારો બોલાવ્યો છે. આ વખતે તેમણે આઇએસી કાર્યકર્તા અરવિંદ કેજરીવાલને 27 પર પ્રશ્નો પૂછ્યા છે. જે નોકરી, એનજીઓ અને આંદોલન સાથે જોડાયેલા છે. તેમણે કેટલાક અંગત પ્રશ્નો પણ પૂછ્યા છે. દિગ્વિજય સિંહે કેજરીવાલને પ્રશ્નો પૂછ્યા છે કે....

1. શું એ સાચી વાત છે કે 20 વર્ષની આઇઆરએસની નોકરી દરમિયાન તમારી પોસ્ટિંગ દિલ્હીની બહાર નથી થઇ?
2. શું તમારી પત્નીની પણ બદલી ક્યારેય દિલ્હી બહાર નથી થઇ?
3. તમે તમારી સ્ટડી લીવનો રિપોર્ટ સરકારને કેમ આપ્યો નહીં?
4. શું તમે પરવાનગી વગર જ સ્ટડી લીવ પર જતા રહ્યાં?
5. તમારી એક વખત ચંદીગઢ બદલી થઇ પરંતુ તમે ત્યાં જોઇનિંગ કર્યું નહીં?
6. શું એ સાચી વાત છે કે ચંદીગઢ બદલી પછી વીઆરએસ લેવનો પ્રયત્ન કર્યો?
7. શું સરકરી નોકરી કરતા-કરતા તમે એનજીઓ બનાવવાની પરવાનગી લીધી?
8. શું એનજીઓ કબીરને ફોર્ડ ફાઉન્ડેશન પાસેથી બે કરોડ રૂપિયા સુધીનું ફંડ મળ્યું છે?
9. શું આ પૈસાનો ઉપયોગ ભ્રષ્ટાચાર વિરોધી આંદલનમાં કરવામાં આવ્યો?
10. સરકારી નોકરીની સાથે વિદેશી સંસ્થા પાસેથી પૈસા લેવાની પરવાનગી લીધી?
11. તમારી કોઇ વેબસાઇટ પર દાન આપનારાઓના નામ કેમ નથી?
12. શું એ સાચી વાત છે કે તમે બે કરોડ રૂપિયા લઇને અણ્ણા પાસે ગયા હતા અને અણ્ણાએ પૈસા લેવાનો ઇન્કાર કરી દીધો?
13. તમારી કોર કમિટીના એક સભ્યએ 20 કરોડના ગોટાળાના આરોપ લગાવ્યા, તમે તેના જવાબ કેમ ના આપ્યા?
14. તમે અમેરિકન એનજીઓ આવાજ સાથેના સંબંધો અંગે ખુલાસો કરશો?
15. અમેરિકન એનજીઓ આવાજે તમને કેવા પ્રકારની મદદ કરી?
16. શું એ સાચું છે કે દિલ્હીમાં તહરીર ચૌક જેવી વાત કરી છે?
17. શું એ સાચી વાત છે કે આઇએસી માટે પૈસા ડાઇવર્ટ કર્યા?
18. તમે અત્યાર સુધી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રશ્નો કેમ નથી ઉઠાવ્યા?
19. તમે ક્યારેય ભાજપ શાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચારની વાત કેમ નથી કરી?
20. તમે વિજળી બિલ નહીં ભરનારનું કનેક્શન જોડ્યું, શું એ ગુનાહિત વાત નથી?
21. શું એ સાચું છે કે મયંક ગાંધી દક્ષિણ મુંબઇમાં એક પ્રપોઝલ લઇને ગયા હતા જેની સામે આપત્તિ ઉભી થઇ હતી?
22. શું પ્રપોઝલને બીએમસી થકી ખોટી રીતે પાસ કરાવવામાં આવ્યું જેના પર શિવસેનાનો અધિકાર છે?
23. શું એ સાચી વાત છે કે મયંક ગાંધી આઇએસીને ફંડ આપે છે?
24. તમે કાયદામંત્રીના ટ્રસ્ટ પર પ્રશ્નો ઉઠાવ્યા પણ અણ્ણાના ટ્રસ્ટ પર પ્રશ્નો કેમ ના ઉઠાવ્યા?
25. માની લો કે તમારા આઇએસીના સભ્યો ગોટાળા કરે છે તો તમે જવાબદારી સ્વિકારીને આઇએસીમાંથી રાજીનામું આપશો?
26. શું તમે મયંક ગાંધીના પ્રપોઝલ પર ટીકા-ટિપ્પણી કરી હતી?
27. તમે દાનમાં મળેલી કરમનો ઉપયોગ ક્યાં કર્યો?

આ પહેલા શુક્રવારે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો જેમાં કેજરીવાલને પોતાની જાતની સેવા કરનાર એવી મહત્વકાંક્ષી વ્યક્તિ ગણાવ્યા, જે લોકતંત્રનું સન્માન નથી કરતા.

પત્રમાં દિગ્વિજયએ આરોપ લગાવ્યો કે કેજરીવાલ રાષ્ટ્રીય સલાહકાર પરિષદમાં આવવા ઇચ્છતા હતા. તેવું નહીં થતા તેમણે એનએસીનો એજેન્ડા છીનનવાનો પ્રયાસ કર્યો. દિગ્વિજયે દાવો કર્યો કે કેજરીવાલ તેમની પાસે એનએસીના સભ્ય માટે ભલામણ કરાવવા આવ્યાં હતા, પરંતુ સોનિયા ગાંધીએ કેજરીવાલના સ્તાને ગુરુ અરુણા રાયને એનએસીમાં સ્થાન આપ્યું. દિગ્વિજયે આરોપ લગાવ્યો કે કેજરીવાલે પોતાની મહત્વકાંક્ષા માટે અણ્ણા હજારેનો ઉપયોગ કર્યો.

English summary
Congress general secretary Digvijaya Singh questions Arvind Kejriwal on foreign funds to his NGO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X