કોંગ્રેસના નેતાનો ડર્ટી ફોટો WhatsApp પર અપલોડ કરનારની ધરપકડ

બિલાસપુર, 29 ઓક્ટોબર: છત્તીસગઢના બિલાસપુરમાં એક કોંગ્રેસના નેતાના ફોટાનો દુરૂઉપયોગ કરી અશ્લીલ ફોટો તૈયાર કરી વોટ્સઅપમાં અપલોડ કરવાની સાથે જ મોબાઇલ પર મોકલવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સિવિલ લાઇન પોલીસે આઇટી એક્ટ હેઠણ કેસ દાખલ કરી બે યુવકોની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુઅજ્બ સરકંડા દેવનંદન નગર નિવાસી કોંગ્રેસી નેતા અકબર ખાન (40)ના ફોટાનો કોઇએ ઉપયોગ કરી અશ્લીલ ફોટો તૈયાર કર્યો અને વોટ્સઅપમાં અપલોડ કરી મોબાઇલો પર મોકલ્યો.

congress-whatsapp

આ અંગે કોઇ સંબંધીએ જાણકારી આપી. કહેવામાં આવે છે કે ફોટાની સાથે અભદ્ર ટિપ્પણી પણ કરવામાં આવી હતી. મોડી રાત્રે અકબર ખાને ઘટનાની જાણવાજોગ ફરિયાદ સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સિવિલ લાઇન પોલીસે તપાસ શરૂ કરી દિધી અને રાતે જ ફોટો અપલોડ કરનાર યુવક સુનિલ મિશ્રા, નિરાલાનગર અને તેના સાથી પંકજ ત્રિપાઠી, જબડાપારની ધરપકડ કરી લીધી છે. તેમના મોબાઇલ ફોન પોલીસે જપ્ત કરી લીધા છે.

આ કેસની તપાસ ચાલુ છે. સિવિલ લાઇન પોલીસે આરોપી સુનિલ મિશ્રા, પંકજ ત્રિપાઠી વિરૂદ્ધ આઇપીસી કલમ 292 તથા 66-એ, 76-એ આઇટી હેઠળ કેસ દાખલ કરી તેમની ધરપકડ કરી લીધી છે. પ્રદેશમાં ફોટોની સાથે કાપકુપ કરી અશ્લીલ ફોટો અપલોડ કરવાનો આ પ્રથમ કિસ્સો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X