રાષ્ટ્રપતિ કોવિંદ નહિ આપે બધા નેશનલ એવોર્ડ, વિજેતાઓ નારાજ
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પ્રદાન કરવામાં આવશે. પરંતુ આ પુરસ્કાર સમારંભમાં રાષ્ટ્રપતિ કેટલાક વિજેતાઓને જ પુરસ્કૃત કરી શકશે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પ્રદાન કરવામાં આવશે. પરંતુ આ પુરસ્કાર સમારંભમાં રાષ્ટ્રપતિ કેટલાક વિજેતાઓને જ પુરસ્કૃત કરી શકશે. રાષ્ટ્રપતિ કોવિંદ પ્રોટોકોલ અનુસાર કોઈ પણ કાર્યક્રમમાં માત્ર એક કલાકનો જ સમય આપે છે. સમાચારો મુજબ, રાષ્ટ્રપતિ કોવિંદ 137 વિજેતાઓમાંથી માત્ર 11 વિજેતાઓને જ પુરસ્કાર આપશે. રાષ્ટ્રીય ફિલ્મ સમારંભ વિજ્ઞાન ભવનમાં આયોજિત કરવામાં આવશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા 13 એપ્રિલના રોજ કરવામાં આવી હતી.

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની બુધવારે વિજ્ઞાન ભવન પહોંચ્યા હતા જ્યાં તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ સાથે વાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા બધાને પુરસ્કાર ન આપવાની વાતથી કેટલાક વિજેતાઓ નારાજ છે. અત્યાર સુધી રાષ્ટ્રપતિ બધા પુરસ્કારો જાતે જ આપતા હતા. રાષ્ટ્રપતિના મીડિયા સલાહકાર અશોક મલિકે જણાવ્યું કે રાષ્ટ્રપતિ કોવિંદ પ્રોટોકોલનું પાલન કરે છે પરંતુ સમારંભ સ્થળ પર જતા પહેલા એક ગ્રુપ ફોટો બધા વિજેતાઓ સાથે જરુર પડાવશે.
અશોક મલિકે જણાવ્યું કે આની જાણકારી આયોજકોને પહેલેથી જ આપી દેવામાં આવી હતી કે રાષ્ટ્રપતિ અમુક વિજેતાઓને જ પુરસ્કૃત કરી શકશે. આ વાતથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સમ્માનિત થનારા કેટલાક લોકોમાં નારાજગી છે.












Click it and Unblock the Notifications
