For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામને ગજબની બિમારી, દુખાવો માથામાં પરંતુ તકલીફ પ્રસવપીડા જેવી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જોધપુર, 25 સપ્ટેમ્બર: આસારામ કે પછી ઝાંસારામ? જી હાં હાલમાં આસારામ બાપુ જે હરકતો કરી રહ્યાં છે તેનાથી તેમનું સ્પષ્ટ દેખાય છે. જેલમાં મહિલા વૈદ્ય મેળવવા માટે આસારામ દરેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યાં છે. આસારામે કોર્ટ સમક્ષ એક વિચિત્ર બિમારીનો ઉલ્લેખ કર્યો છે જે કાયદા અને વિજ્ઞાનમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આટલું જ નહી ડૉક્ટર પણ ભ્રમની સ્થિતીમાં છે.

દુખાવો માથામાં પરંતુ તકલીફ એવી કે બાળકને જન્મ આપતાં પહેલાં જેવી માતાને થાય છે. જી હાં આ જેટલું સાંભળવામાં વિચિત્ર છે આસારામની બિમારી પણ એટલી જ રહસ્યમયી છે. બિમારી પણ એવી જે ના તો ઠીક થઇ રહી છે અને ના તો ખુલીને સામે આવી રહી છે. આસારામના સેવકોનો દાવો છે કે આ બિમારીથી માથામાં પ્રસવ વેદના જેવો અહેસાસ થવા લાગે છે.

asaram-baapu

આસારામ પોતે કહે છે કે તેમને ત્રિનાડી શૂળની બિમારી છે, જ્યારે ડૉક્ટર કહે છે કે તે તંદરસ્ત છે. પરંતુ ના તે તંદુરસ્ત છે, આવી બિમારી તો હોતી જ નથી. બાબાને બિમાર ગણાવવાના પ્રયત્નો કરી રહેલા તેમના ભક્ત જે પણ કહે છે તે સાંભળીને ભલ ભલાને ચક્કર આવી જાય. બીજાઓની વાત છોડો ખુદ આસારામની મહિલા ડૉક્ટર નીતાએ બાબાની તકલીફ જણાવવા માટે માતાના દર્દ એટલે કે પ્રસવ વેદનાને પણ ઓછી ગણાવી છે.

English summary
Godman Asaram Bapu's son Narain Sai has claimed that Asaram is suffering from the disease in which he faces pain severe than labour pain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X