For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિટ્ટી મોહંતીની ઓળખ માટે આજે DNA ટેસ્ટ કરાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bitti-mohanty
તિરૂવનંતપુરમ, 13 માર્ચ: જર્મન મહિલા બળાત્કાર કેસના આરોપી બિટ્ટી મોહંતીનો આજે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે જેથી તેની ઓળખ સુનિશ્વિત કરવામાં આવશે. બિટ્ટી મોહંતીની ઓળખ કરવાનો પોલીસ સમક્ષ મોટો પડકાર છે. તે 2006માં પેરોલ પર રાજસ્થાનથી ફરાર થયા બાદ કેરલમાં 'રાઘવ રાજન'ના નામથી રહેતો હતો. વર્ષ 2006માં 26 વર્ષીય જર્મન મહિલા સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં બિટ્ટી મોહંતીને સાત વર્ષની સજા થઇ હતી.

બિટ્ટી મોહંતી જર્મન મહિલા સાથે બળાત્કાર ગુજારવવાના આરોપમાં અલવરમાં સાત વર્ષની સજા કાપી રહ્યો હતો તે દરમિયાન પેરોલ પરથી ફરાર થઇ ગયો હતો. તે સાત વર્ષ બાદ ગત સપ્તાહે તેની ધરપકડ કરવામાં આવી છે.

એક વિશેષ તપાસ દળ (એસઆઇટી)ને જવાબદારી સોંપવામાં આવી છે તે બિટ્ટી મોહંતીની ઓળખ સ્થાપિત કરવા માટે વધુમાં વધુ પુરાવા એકઠા કરે. બિટ્ટી મોહંતી કેરલમાં રાઘવ રાજાના નામથી રહેતો હતો. તે એક સાર્વજનિક ક્ષેત્રના બેકમાં નોકરી કરી રહ્યો હતો.

English summary
Rape convict Bitti is likely to undergo a DNA test on Wednesday so that his identity could be confirmed scientifically.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X