For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IndiGo Flightમાં મચ્છરની ફરિયાદ પર યાત્રીને કોલર પકડી ઉતાર્યો

બેંગ્લુરુના એક ડોક્ટર યાત્રીએ ઇન્ડિગોની ફ્લાઇટમાં મચ્છર જોતા તેણે જ્યારે ફરિયાદ કરી તો ઇન્ડિગોની ફ્લાઇટમાંથી તેને નીકાળવામાં આવ્યો. જાણો આ અંગે વધુ.

|
Google Oneindia Gujarati News

એરલાઇન્સ ઇન્ડિગો ફરી એક વાર વિવાદમાં આવી ગઇ છે. આ વખતે તેના વિવાદનું કારણ તેનો એક યાત્રી છે જેનું કહેવું છે કે ફરિયાદ કરવા પર તેને કોલર પકડીને ઉતારવામાં આવ્યો છે. યાત્રી ડોક્ટર છે અને તેણે એરલાઇન્સની આ ગેરવર્તણૂક માટે આરોપ પણ સોશ્યલ મીડિયામાં લગાવ્યો છે. તેણે કહ્યું કે ફ્લાઇટમાં તેણે મચ્છર હોવાની ફરિયાદ કરી હતી. જે પછી ઇન્ડિગોના સ્ટાફકર્મીઓએ તેના કોલર પકડીને તેને વિમાનથી નીચે ઉતાર્યો હતો. સાથે જ ડોક્ટરનું કહેવું છે કે એક એરહોસ્ટેસે તેને જોઇ લેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. તમને જણાવી દઇએ કે આ ઘટના સોમવારની છે. જ્યારે ડોક્ટર સૌરભ રાય બેંગલુરુથી લખનઉ ઇન્ડિગો વિમાનમાં બેઠા હતા. ડોક્ટરે કહ્યું કે તે જેવા સીટ પર બેઠા તેમના સીટની આસપાસ મચ્છર ફરવા લાગ્યા. અને આ અંગે તેમણે એરહોસ્ટેસને ફરિયાદ પણ કરી.

પણ કોઇએ તેમની આ ફરિયાદ ના સાંભળી. ત્યાંજ બીજી તરફ આ મામલે એરલાઇન્સે પણ સફાઇ આપી છે. એરલાઇન્સે પોતાના બચાવમાં કહ્યું કે યાત્રી ડોક્ટર સૌરભ વિમાનને નુક્શાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેવામાં સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને તેમને વિમાનથી નીચે ઉતારવામાં આવ્યા હતા. એરલાઇન્સે કહ્યયું કે હા ડૉ. સૌરભે મચ્છરોની ફરિયાદ કરી હતી. અને ફરિયાદ માટે જ્યારે અમારા કર્મચારી વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે અન્ય પેસેન્જર્સને ભડકાવવાની શરૂઆત કરી હતી.

તેમણે હાઇજેક જેવા શબ્દનો પ્રયોગ પણ કર્યો હતો. જેના કારણે પ્રોટોકોલ હેઠળ તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. ડોક્ટરે કહ્યું કે વિમાનમાં મચ્છર હતા. અને તે બાળકોને કરડી રહ્યા હતા. આ કારણે બાળકો પણ રડી રહ્યા હતા. મચ્છરના કરડવાથી આ બાળકો બિમાર પણ થઇ શકે છે. જો કે આ પછી ડોક્ટરે આ વાત સોશ્યલ મીડિયામાં મૂકતા તે વાયરલ થઇ હતી. જેના કારણે વિવાદ વધ્યો હતો.

English summary
Doctor Complained About Mosquitoes in indigo flight Removed by crew
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X