ડોક્ટરનો નવો ખુલાસોઃ આરુષિ પર થયો'તો રેપનો પ્રયત્ન

ખરેખર આ હત્યાકાંડ મામલે હેમરાજનું પાસ્ટમોર્ટમ કરનારા ગૌતમબુદ્ધનગર જિલ્લા હોસ્પિટલના ડોક્ટર નરેશ રાજે આપેલા નિવેદનથી આ કેસમાં નવો ખુલાસો થયો છે. ડોક્ટર નરેશ રાજે કહ્યું છે કે હેમરાજના પ્રાઇવેટ પાર્ટમાં સોજો હતો. આવું માત્ર બે કારણથી થઇ શકે છે, મરતા પહેલા તે સેક્સ કરી રહ્યો હોય અથવા તો કરવાનો હોય. ડોક્ટરના આ નિવેદનથી કેસમાં નવો વળાંક આવી ગયો છે. સીબીઆઇ તેની તપાસ કરી રહી છે. મામલાની આગામી સુનાવણી માટે કોર્ટે 25 માર્ચની તારીખ નક્કી કરી છે.
પોતાના નિવેદનમાં ડોક્ટર નેરેશ રાજે જણાવ્યું કે હેમરાજના મૃતદેહ પર ઇજાના નિશાન હતા. ડાબી કોણી પર પણ ઇજાના નિશાન હતા ગળું પણ બાજૂમાંથી કપાયેલું હતું. જો કોઇ ધારદાર સખત વસ્તુથી જ બની શકે છે. નોંધનીય છે કે જ્યારે ઘરમાં આરુષિનો મૃતદેહ મળ્યો હતો તે વખતે તેના શરીર પર કપડાં નહોતા.












Click it and Unblock the Notifications
