ડૉક્ટરે 22 વર્ષની છોકરી સાથે બળાત્કાર ગુજારી બનાવ્યો MMS

rape-mms
ગાજિયાબાદ, 11 જુલાઇ: મોદીનગર વિસ્તારમાં 22 વર્ષીય એક છોકરી સાથે ડૉક્ટર દ્વારા લગ્ન લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે છોકરીએ પોતાની ફરિયાદમાં એમપણ કહ્યું હતું કે ડૉક્ટર ગજેન્દ્ર સેંગરે તેનો અશ્લિલ એમએમએસ પણ બનાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર મેરઠના એક સરકારી હોસ્પિટલમાં કાર્યરત આરોપી ડૉક્ટર નિવાડીમાં પોતાનું ક્લિનિક પણ ચલાવે છે. પોતાના વિરૂદ્ધ કેસ દાખલ થયા બાદ તે ફરાર થઇ ગયો છે. છોકરી મેરઠના મોઇઉદ્દીન વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે.

પોતાની ફરિયાદમાં પીડિતાએ કહ્યું હતું કે તે વર્ષ 2008માં સારવાર માટે ઘણીવાર નિવાડી સ્થિત ગજેન્દ્રના ક્લિનિક જતી હતી. ધીરે-ધીરે તેમની વચ્ચે મિત્રતા થઇ ગઇ અને પછી સંબંધ વિકસિત થઇ ગયા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'આરોપી ડૉક્ટરે લગ્નની લાલચ આપી છોકરી સાથે કેટલાક મહિના સુધી બળાત્કાર ગુજાર્યો અને અશ્લિલ એમએમએસ બનાવી દિધો. છોકરીએ જણાવ્યું હતું કે ગજેન્દ્રએ તેને લગ્નનો વાયદો કર્યો હતો, પરંતુ તેને વાયદો પુરો કર્યો નથી. તેમને કહ્યું હતું કે છોકરીએ ધમકી આપી હતી કે જો તેને સંબંધો વિશે કોઇને જણાવશે તો તે તેનો એમએમએસ જાહેર કરી દેશે. બીજી તરફ ડૉક્ટરના પરિજનોએ છોકરીના આરોપોને નકારી કાઢ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X