For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હે! બાર્બી ડૉલ થશે પિરીયડમાં, તેના હાથમાં પણ હશે પેડ્સ?

|
Google Oneindia Gujarati News

આપણાંમાંથી ભાગ્યે જ કોઇ એવુ હશે કે જેને બાર્બી ડૉલ અંગે જાણકારી નહીં હોય. પછી ભલેને કોઇ બાળપણમાં બાર્બી ડૉલથી રમ્યુ હોય કે ના રમ્યુ હોય. પરંતુ તેને જાણકારી ચોક્કસ હશે બાર્બી ડૉલ કોણ છે?

બાર્બી ખુબ જ સુંદર ડૉલ છે. જેની પાસે સ્ટાઇલીસ્ટ જુતા, કપડાં, અને એક્સેસરીઝ જેવી એવી ઘણી વસ્તુ છે, જેની એક છોકરીને ઇચ્છા હોય છે. દરેક છોકરીની એવી ઇચ્છા હોય છેકે તે બાર્બી જેવી સુંદર અને સ્માર્ટ બની જાય. અને સમય સાથે બાર્બી ઘણી સુંદર પણ બની છે.

જી..જી..બદલાતા સમયની સાથે બાર્બી પાસે સુંદર વોર્ડરોબ છે, એક્સેસરીઝમાં પણ પહેલા કરતા વધુ વેરીએશન છે. પરંતુ હવે માર્કેટમાં જે બાર્બી છે તે થોડી બદલાઇ ગઇ છે. કારણ કે હવે બાર્બી પાસે "પિરીયડ કીટ" પણ છે. બાર્બી પાસે ઘણાં સુંદર પેડ્સ પણ છે.

જોકે તમને જણાવી દઇએ કે આ મોટી થયેલી બાર્બી હાલમાં તો અમેરિકામાં જ છે. વિશ્વના અન્ય દેશોમાં પહોંચતા તેને વાર લાગશે.

બાર્બી હવે થશે પિરીયડમાં?

બાર્બી હવે થશે પિરીયડમાં?

બાર્બીનું નિર્માણ કરનાર રશિયન મૂળની અમેરિકન લેડી નિકોલયનું કહેવુ છેકે તે હવે બાર્બી માટે પેડ ડિઝાઇન કરી રહી છે. અને તેમણે જ બાર્બીના "પિરીયડ પાર્ટી ફોટો" રિલીઝ કર્યા છે. કારણ કે છોકરીઓને પોતાના શરીરની સૌથી મહત્વની વાત માસિક ધર્મ અંગે જાણકારી મળી રહે.

છોકરીઓના મનમાં પિરીયડ્સને લઇને ઘણી ભ્રામિત વાતો

છોકરીઓના મનમાં પિરીયડ્સને લઇને ઘણી ભ્રામિત વાતો

વર્તમાન સમયમાં 9થી 12 વર્ષની વયે માસિકની શરૂઆત થઇ જાય છે. આ ઉંમર એવી હોય છેકે બાળકીઓને માસિક ધર્મ અંગે જાણકારી મેળવવામાં ઘણી અસહજતાનો અનુભવ થાય છે. તેમજ રક્તસ્રાવ દરમ્યાન થતા દર્દને લઇને ડરી પણ જાય છે. અને એટલે બાળકીઓની જાગૃતતા માટે આ કીટ બનાવવામાં આવી છે.

શું છે

શું છે "પિરીયડ કીટ"?

આ કીટમાં ઘણાં બધા આકર્ષક અને રંગીન પેડ, પેન્ટી, કેલેન્ડર, અને સાફ નેપકીન છે. બાર્બી પિરીયડની તારીખ યાદ રાખી શકે તે હેતુથી કેલેન્ડર, પેડ અને પેન્ટી એટલા માટે કે બાર્બીને જાણકારી રહે કે પિરીયડ દરમ્યાન પેડ અને પેન્ટીનો ઉપયોગ કરવાનો છે. અને રૂમાલ એટલા માટે કે બાર્બીને ધ્યાન રહે કે પિરીયડ્સ દરમ્યાન સ્વચ્છતાનું ધ્યાન પણ રાખવુ જોઇએ.

ભારતમાં અસર

ભારતમાં અસર

ભારતમાં બાર્બીનું માર્કેટ સારૂં છે. જો કે ભારતમાં બાર્બી ખરીદનાર લોકો ઉચ્ચ મધ્યમવર્ગીય છે કારણ કે બાર્બીની કિંમત ઘણી વધારે હોય છે. જો કે મહત્વપૂર્ણ વાત એ છેકે માતાપિતા પિરીયડ્સ અંગે પોતાના બાળકોને સમજણ આપવામાં સંકોચ અનુભવે છે. આજે પણ કુટુંબમાં પપ્પા ખાસ કરીને આ વિષયે બાળકીઓ સાથે વાત નથી કરતા. તેવામાં પિરીયડ કીટને કેવી રીતે કોઇ ભારતીય પિતા પોતાની દિકરીને ખરીદીને આપશે તે મોટો સવાલ છે.

ડૉલ સાથે રમનાર બાળકીઓ બહુ નાસમજ અને માસૂમ

ડૉલ સાથે રમનાર બાળકીઓ બહુ નાસમજ અને માસૂમ

ઘણી ભારતીય મહિલાઓએ કહ્યું કે ડૉલ સાથે રમનારી બાળકીઓ ઘણી નાસમજ અને માસૂમ હોય છે. તેવામાં સમય પહેલા આ બાળકીઓને પિરીયડ્સની સમજ આપવી ખોટું ગણાશે. અને એટલે બાર્બીએ હમણાં મોટા ન થવુ જોઇએ.

English summary
BARBIE Doll has long been available with accessories including handbags, heels but now she comes with her period Kit. Her creator, Russia-born, American Nickolay said that the purpose of the doll was to educate young girls about menstruation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X